Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

આણંદના બાકરોલ ગામના પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે ગળાફાંસો ખાધો

આણંદઃ આણંદ નજીક આવેલા બાકરોલ ગામના અેક યુવકે પ્રેમિકાના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ગામમાં શોકની લાગણી છવાઇ છે. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

બાકરોલ કોલોનીમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા બિસ્મીલ્લાખાન ઉર્ફે સોહિલ હબીબખાન પઠાણ (. . ૨૦)ને સોસાયટીમા ંજ રહેતી એક ૧૮ વર્ષની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમ્યાન બીસ્મીલ્લાખાનની સગાઈ નક્કી થઈ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને પ્રેમીકા વારેઘડીએ તેને ફોન કરીને બોલાવતી હતી પરંતુ તે મળવા માટે જતો નહોતો. દરમ્યાન ગઈકાલે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે બીસ્મીલ્લાખાન પ્રેમીકાને મળવા માટે ગયો હતો.

જ્યાં બન્ને વચ્ચે તકરાર થતાં બિસ્મીલ્લાખાને હું મરી જઈશ તેમ જણાવ્યું હતુ. પ્રેમીકા પણ મજાક કરતો હશે તેમ માનીને રીસામણાં-મનામણા ચાલતા હતા ત્યાં બિસ્મીલ્લાખાન સોસાયટીના કોમન પ્લોટ પાસે પહોંચી ગયો હતો અને ત્યાં બાળકોને સુવડાવવા માટે ઝાડ સાથે બાંધેલી સાડી વડે ગળે ફાંસો ખાઈ લીઘો હતો. એકદમ ઘટના બનતા યુવતી ઘરેથી છરી લઈ આવી હતી અને સાડીનો છેડો કાપીને તેને નીચે ઉતાર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતુ. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓએ તુરંત ૧૦૮ મોબાઈલ વાન અને પોલીસને જાણ કરી હતી. તેઓ આવી ચઢતાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે બિસ્મીલ્લાખાનને મૃત જાહેર કર્યો હતો. જો કે યુવાનના પરિવારજનોએ બિસ્મીલ્લાખાનને ભ્રમર અને હાથ ઉપર થયેલી ઈજાને કારણે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી પરંતુ આજે સવારે પીએમ થતાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું ખુલવા પામ્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમીકા દ્વારા છરીથી સાડી કાપી નાંખતા લટકેલો બિસ્મીલ્લાખાન ધડામ દઈને નીચે પડ્યો હતો જેના કારણે તેને ઈજાઓ થવા પામી હતી.

(6:02 pm IST)