Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મોડાસા તાલુકાના શીણાવાડમાં ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ દ્વારા ધમકીથી કંટાળી યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો

મોડાસા:તાલુકાની શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં ગત ડીસેમ્બર માસમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીઓ બાદ તાજેતરમાં ડેપ્યુટી સરપંચ પદની ચૂંટણી યોજાતાં દોલપુર ગામના યુવકનો એક મતથી વિજય થયો હતો.પરંતુ આ યુવકની જીત વિરોધીઓ પચાવી નહી શકતાં ધમકીઓ અપાઈ હતી.  બહિષ્કાર કરવા સુધીના મેસેજ વોટસએપના માધ્યમથી વાયરલ કરાયા હતા.પરિણામે જીતની ખુશીને બદલે ધમકીઓથી ગભરાઈ ગયેલા અને જાતિ વિષયક અપશબ્દોથી ત્રસ્ત બનેલા આ યુવકને આપઘાત કરી લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ વિરોધીઓ દ્વારા કરાયું હતું.જોકે આ ડેપ્યુટી સરપંચે કરેલા આત્મવિલોપનના પ્રયાસમાં અન્ય લોકોએ દોડી આવતાં બચાવ થયો હતો.જયારે વિરોધીઓના રાજકારણને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી હતી. સ્થાનિક સ્વરાજયએ વિકાસ અને પ્રજાલક્ષી તમામ જરૃરી કાર્યો માટે મહત્વનું પરીબળ ગણાય છે. ત્યારે ગત ૧૯ મી ડીસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાં મુદ્દત પૂરી થતી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ હતી.આ ચૂંટણીઓમાં અન્ય ગ્રામ પંચાયતો સાથે શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં પણ સરપંચ સહિત વોર્ડ સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી અને સરપંચ પદે દોલપુરના ઉમેદવાર વિજઈ નીવડયા હતા.ગત ૨૧મી જાન્યુઆરી ના રોજ આ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૫ વિરૃધ્ધ ૬ મતો મેળવનાર દોલપુરના જ યુવક ભાવેશભાઈ લખાભાઈ રાવળ ડેપ્યુટી સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા.ઈતિહાસમાં પહેલીવાર આ ગ્રામ પંચાયતમાં રાવળ સમાજના યુવકને હોદ્દો મળતાં ખુશીનો માહોલ સર્જાયો હતો.પરંતુ આ વિજયને આ યુવક અને સમાજબંધુઓ મનાવી શકે તે પૂર્વે જ આ જીતને પચાવી નહી શકનાર વિરોધીઓએ આ યુવકને તરહ તરહની ધમકી આપવા માંડી હતી.  સોશિયલ મિડીયાના વોટસએપ ગ્રુપના માધ્યમથી ડેપ્યુટી સરપંચ વિરૃધ્ધ જાત જાતના ધમકીભર્યા સંદેશાઓ અને બહિષ્કાર કરવા સુધીની ધમકીઓ પણ વાયરલ થઈ હતી. ત્યારે જીવ જોખમાય તેવી ધમકીઓ અને જાતિ પ્રત્યે અપમાનીત કરતા અપશબ્દોથી વાઝ આવી આ યુવકને શરીર ઉપર જવલનશીલ પ્રવાહી છાંટી આપઘાત કરવાનો વારો આવ્યો હતો.જોકે આ યુવકના આ પ્રયાસને નજીક ઉભેલા લોકોએ દોડી આવી નિષ્ફળ બનાવી આ ડેપ્યુટી સરપંચને બચાવી લીધા હતા.પરંતુ છેલ્લી કક્ષાના રાજકારણ અને વિરોધીઓના છેલ્લા કક્ષાના વલણની ચોરકોર ટીકાઓ ઉઠી હતી.આ આપઘાતના પ્રયાસનો અને વિવાદનો વીડીયો સોમવારના રોજ સોશીયલ મીડીયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી હતી. 

(5:37 pm IST)