Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

વસુધૈવ કુટુમ્‍બકમ જેવા આપણાં દેશને ‘સોને કી ચીડિયા' બનાવવા સ્‍વયંશિસ્‍તનો સંકલ્‍પ કરીએ

૭૩મું પ્રજાસત્તાક પર્વઃ નાગરિક - હક્કના હક્કદાર છીએ પણ ભારતીય હોવાની આ ફરજ પણ નિભાવીશું

બંધારણની ફરજો સાથે સ્‍વયંભૂ શિસ્‍તથી સ્‍વચ્‍છતા, પર્યાવરણ, પાણી બચાવવા અને પ્રદૂષણમુક્‍તિની ફરજ નિભાવવા કટીબધ્‍ધ બનીએ

આપણી અને આપણી ભૂમિ ભારતની આઝાદીને ૭૫ વર્ષ થયાં પણ દેશ પ્રજાસત્તાક થયાના ૭૩મા વર્ષની ઉજવણી ૨૬ જાન્‍યુઆરીએ કરવામાં આવશે. ૨૬ જાન્‍યુઆરીએ ઉજવાતું પ્રજાસત્તાક એટલે બંધારણના અમલનો ઉજવણીનું રાષ્‍ટ્રીય પર્વ. લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચલાવાતી સરકાર એટલે લોકશાહી. પ્રજાસત્તાક એટલે પ્રજાના પ્રતિનિધિ ચલાવે તેવું લોકશાહીવાળું રાજ્‍ય તંત્ર. ૨૬ જાન્‍યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્‍યું હતું. જો કે, એ પહેલાં સન ૧૯૨૯ના ડિસેમ્‍બર મહીનામાં લાહોરમાં ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં ઠરાવ પસાર કરી જાહેર કરાયું હતું કે, જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્‍યુઆરી, ૧૯૩૦ સુધીમાં ભારતને ડોમીનિયન સ્‍ટેટસ (સ્‍વતંત્ર દરજ્જો) નહીં આપે તો ભારત પોતાની જાતને પૂર્ણ સ્‍વતંત્ર જાહેર કરી દેશે. અંગ્રેજ સરકારે કશું ન કર્યું ત્‍યારે કોંગ્રેસે ૨૬ જાન્‍યુઆરીના દિવસે ભારતની પૂર્ણ સ્‍વતંત્રતાના નિヘયની જાહેરાત કરી સક્રિય આંદોલન પ્રારંભ કર્યો હતો. ૧૯૩૦થી ૧૯૪૭માં સ્‍વતંત્રતા પ્રાપ્ત થઈ ત્‍યાં સુધી ૨૬ જાન્‍યુઆરીએ સ્‍વતંત્રતા દિવસ ઉજવાતો હતો. સ્‍વતંત્રતા પ્રાપ્તિના વાસ્‍તવિક દિવસ ૧૫ ઓગસ્‍ટનો સ્‍વિકાર સ્‍વતંત્રતા પર્વના વાસ્‍તવિક રૂપમાં કરાયો. ૨૬ જાન્‍યુઆરીનું મહત્‍વ જાળવી રાખવા ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. લાલકિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્‍ટ્રપતિ દેશનો ત્રિરંગો લહેરાવે છે. ત્‍યારબાદ દેશના બહાદુર નાગરિકોનું સન્‍માન અને પરેડ યોજાય છે. પરેડ રાજઘાટથી વિજયઘાટ પર સમાપ્ત થાય છે.
 આપણો દેશ આઝાદ થયો ને ૭૫ વર્ષ થયા છે અને દેશમાં બંધારણ અમલમાં આવ્‍યું તેને ૭૩ વર્ષ થઈ રહ્યાં છે. આટલા વર્ષે પણ ઘણાંખરાં લોકો સમજે છે કે દેશ ચલાવવો એ માત્ર સરકારની ફરજ છે. કોઈપણ દેશની સરકાર બંધારણ અનુસાર ચાલે છે. બંધારણમાં નાગરિકોને અધિકાર એટલે કે હક્ક મળેલા છે તે જ રીતે અમુક ફરજ કે જવાબદારી પણ નિભાવવાની હોય છે. છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગના દેશવાસી પોતાના હક પ્રત્‍યે જાગળત બન્‍યાં છે. પરંતુ, દેશ અને બંધારણ પ્રત્‍યે પોતાની ફરજનું કર્તવ્‍ય નિભાવવા બાબતે મોટાભાગે ઉદાસિનતા છે અથવા તો ફરજનો ખ્‍યાલ જ નથી.
ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નહોતો. વર્ષ ૧૯૭૫થી ૧૯૭૭ સુધી કટોકટી દરમિયાન મૂળભૂત ફરજોની જરૂરિયાત જણાતા એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ સૂચવેલી ૧૦ મૂળભૂત ફરજો ૧૯૭૬માં બંધારણીય સુધારાથી બંધારણમાં ઉમેરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૨માં બંધારણીય સુધારા દ્વારા વધુ એક ફરજ ઉમેરવામાં આવી હતી. આમ, ભારતના બંધારણમાં ૧૧ મૂળભૂત ફરજો દર્શાવાઈ છે તેનું પાલન કરવું એ દરેક નાગરિકનું કર્તવ્‍ય છે.
  ભારતના બંધારણ મુજબ
 નાગરિકે બજાવવાની ૧૧ ફરજોઃ
૧) બંધારણનું પાલન, તેના આદર્શો, સંસ્‍થાઓ, રાષ્‍ટ્રધ્‍વજ અને રાષ્‍ટ્રગાનનો આદર કરવો, ૨) આઝાદી માટેની રાષ્‍ટ્રીય લડત કાજે ઉમદા આદર્શને અનુસરવા, ૩) ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૈમત્‍વનું સમર્થન અને રક્ષણ કરવું, ૪) દેશનું રક્ષણ અને રાષ્‍ટ્ર સેવા કરવી, ૫) ધાર્મિક, પ્રાદેશિક, ભાષાકીય અને સાંપ્રદાયિક ભેદભાવ ભૂલી સમાન બંધુત્‍વ ભાવથી સહુનો સાથ, સહુનો વિકાસ.સ્ત્રીના ગૌરવને હાનિકર્તા વ્‍યવહારો ત્‍યજવા, ૬) ભારતની સમન્‍વિત સંસ્‍કળતિના સમળધ્‍ધ વારસાનું જતન કરવું., ૭) જંગલો, નદી, તળાવો, વન્‍ય પશુ-પંખી અને કુદરતી પર્યાવરણનું જતન, સુધારણા અને જીવો પ્રત્‍યે અનુકંપા, ૮) વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે માનવતાવાદ, જ્ઞાન જિજ્ઞાસા અને સુધારણાની ભાવનાનો વિકાસ, ૯) જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્‍યાગ કરવો., ૧૦) વ્‍યક્‍તિગત અને સામુહિક પ્રવળત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયાસ, ૧૧) માતા-પિતા અને વાલીએ ૬થી ૧૪ વર્ષના તમામ બાળક અથવા પાલ્‍યને શિક્ષણની તકો પૂરી પાડવી.
 આ ૧૧ ફરજો સ્‍વયંભૂ અમલમાં મુકી નાગરિક ધર્મ નિભાવીએઃ
૧)સ્‍વચ્‍છતા અને સફાઈ જાળવીએ, ૨)પર્યાવરણ જાળવણી કરીએ અને વળક્ષ ઉગાડીએ., ૩) પ્રદૂષણ નહીં ફેલાવી નિરોગી જીવનશૈલી અપનાવીએ., ૪)પાણી બચાવીએ, પાણી આપણને બચાવશે, ૫) પશુ, પંખી, માનવ અને પ્રત્‍યેક જીવ માટે જીવદયા દાખવીએ., ૬) શિક્ષણ સહુનો અધિકાર અપનાવી અક્ષરજ્ઞાનનો ઉજાસ પાથરીએ. ૭) સમાજ અને સિમાડાના સંરક્ષણ માટે સ્‍વયંજાગળતિ લાવીએ, ૮) સર્વધર્મ માટે સમભાવ રાખીએ., ૯) ટ્રાફિક હોય કે જીવનશૈલીમાં સરકાર અને તંત્રના નિયમોનું પાલન કરીએ.,૧૦) જનસુવિધા માટે વાપરવામાં આવતાં ટેક્‍સ ભરી સરકારને સહકાર આપીએ. ૧૧) આપણાં પૈસે આપણી સુવિધા એવી સરકારી મિલકતોમાં ભાંગફોડ ન કરતાં તેનું જતન કરીએ.
વૈશ્વિક ગૌરવ મેળવી ચૂકેલા આપણા ભારત દેશની આઝાદી કાજે અનેક વિરલાએ બલિદાન આપ્‍યાં છે. આઝાદીના ૭૫ વર્ષે અને બંધારણના અમલના ૭૩ વર્ષે બદલાતા સમય સાથે સરકાર અને તંત્રવાહકો પાસે હક્કનો અધિકાર મેળવવાની જાગળતતા કેળવાઈ રહી છે. કડવી વાસ્‍તવિકતા એ છે કે, હક્ક માટે જેટલી જનજાગળતિ કેળવાઈ છે એટલી સ્‍વયંશિસ્‍ત દેશ અને સમાજ પ્રત્‍યે ફરજ નિભાવવામાં જોવા મળતી નથી. આઝાદીની લડત સમયે ભારતને સોને કી ચિડિયા બનાવવાનું શમણું સહુ કોઈએ જોયું હતું. વિશ્વમાં ફરી વખત ભારત વર્ષનો ડંકો વગાડવો હોય તો દેશભાવના સાથે ફરજપરસ્‍ત બનવાની સ્‍વયંભૂ શરૂઆત કરવી પડશે. પ્રત્‍યેક નાગરિક સામાન્‍ય બદલાવની શરૂઆત કરશે તો આપણો દેશ પૂર્ણરૂપે બદલશે.
જહા ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા
વો ભારત દેશ હૈ મેરા
જહાં સત્‍ય અહિંસા ઔર ધર્મ કા પગ પગ લગતા ડેરા
વો ભારત દેશ હૈ મેરા
યે ધરતી જહાં ઋષિ મુનિ જપતે પ્રભુ નામ કી માલા
જહાં હર બાલક એક મોહન હૈ ઔર રાધા હર એક બાલા
જહાં સૂરજ સબસે પહલે આકર ડાલે અપના ફેરા
વો ભારત દેશ હૈ મેરા....
અલબેલો કી ઈસ ધરતી કે ત્‍યોહાર ભી હૈ અલબેલે
કહી દીવાલી કી જગમગ હૈ કહી હૈ હોલી કે મેલે
જહાં રાગ રંગ ઔર ખુશી કા ચારો ઓર હૈ ઘેરા
વો ભારત દેશ હૈ મેરા ...
જબ આસમાન સે બાતે કરતે મંદિર ઔર શિવાલય
જહાં કિસી નગર મેં કિસી દ્વાર પર કોઈ ન તાલા ડાલે
પ્રેમ કી બંસી જહાં બજાતા હૈ યે શામ સવેરા
વો ભારત દેશ હૈ મેરા ...
હૃદયના તાર ઝંકળત કરી દે તેવા ગીતકાર રાજેન્‍દ્ર કળષ્‍ણના શબ્‍દો સાર્થક કરવા સહુ કોઈ સંપૂર્ણ શિસ્‍ત અને સક્રિયતા દાખવે એવી અભ્‍યર્થના.
જય હિન્‍દ.

સંકલનઃ
હેમાંગિની ભાવસાર
અમદાવાદ
(મો.૯૯૭૯૨ ૨૮૦૨૯)

 

(2:31 pm IST)