Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અમદાવાદીઓ પર તોતિંગ ટેક્સ પડશે બોજ : મનપા હવે ઘર દીઠ ટેક્સ વધારવા તૈયારીમાં

રહેણાંક એકમોના પ્રતિદિન રૂ. 1 ની જગ્યાએ રૂ 3 કરવા અને કોમર્શિયલ એકમોના રૂ. 2 ની જગ્યાએ રૂ. 5 કરવા દરખાસ્ત

અમદાવાદ મહાનગર પાલિકા સ્વચ્છતામાં ભલે દેશના ગણમાન્ય શહેરોમાં અવ્વલ નાં હોય પણ નાગરિકોના ખીસા ખંખેરવા અને તિજોરી ભરવી એ મૂળભૂત સ્વભાવ છે.

શહેરની સુખાકારી અને સ્વચ્છતાના નામે અગાઉ પણ નાણા ખંખેર્યા છે. બદલામાં સુવિધાઓ શી મળે છે. તેનો નાગરિકોને ખ્યાલ જ છે. અમદાવાદના પોશ વિસ્તારોમાં રસ્તા,ગટર, પીવાનું ચોખ્ખું પાણી,રઝળતા ઢોર,આડેધડ પાર્કિંગ, પાર્કિંગ સુવિધાઓનો અભાવ, જેવીઓ અગણિત સમસ્યાથી અમદાવાદી પરેશાન છે

ત્યારે અમદાવાદના શહેરીજનોના ટેક્સબિલમાં વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહાનગર પાલિકા ડોર-ટુ-ડોર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી રહી છે. આના પરિણામે રહેણાંક એકમોના પ્રતિદિન રૂ. 1 ની જગ્યાએ રૂ 3 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.તો કોમર્શિયલ એકમોના રૂ. 2 ની જગ્યાએ રૂ. 5 કરવા દરખાસ્ત કરાઈ છે. આ ચાર્જ સફાઈ સુવિધાનાં હેડ નીચે વસુલવામાં આવશે. નવા ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસથી ટેક્ષ બિલમાં થશે વધારો થશે.

(12:03 am IST)