Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

આદિજાતિ વિસ્તારના જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં થાય લાગું: રાજ્ય સરકારનો મોટો નિર્ણય

જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય.

અમદાવાદ :  રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ચૂંટણી વર્ષમાં આદિવાસીઓના નિર્ણાયક  પ્રશ્નોના ઉકેલથી રાજ્ય સરકાર શરૂઆત કરતી હોય તેમ આદિવાસી ,જંગલ અને જમીનને લાગતો એક મોટો નિર્ણય સરકારે કર્યો છે.આદિવાસીની જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં ગણાય તેવી જાહેરાત આદિજાતિ પ્રધાન નરેશ પટેલે જાહેરાત કરી છે. અને  કહ્યું કે, જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય. આદિજાતિ વિસ્તારોમાંથી સમગ્રરીતે મળેલી રજૂઆતનાં આધારે આ નિર્ણય કરાયો છે.

રાજ્યમાં સેંકડો આદિવાસીને જંગલની જમીન હજુ મળી નથી ત્યારે લેંડ ગ્રેબિંગના નામે અનેક આદિવાસીને હેરાન કરતા હોવાની  ફરિયાદો મળી હતી. હાલમાં  સેંકડો આદિવાસી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા છે. આદિવાસીઓને 2006ના કાયદા મુજબ જંગલની જમીન મળવાનો હક હોય, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં જંગલની જમીન બાબતે કાયદો સુધારણાની વાત કરી છે.

(9:11 pm IST)