Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ડેડીયાપાડાના ગોપાલીયા ગામમાં જુગાર રમતા આઠને પોલીસે રેડ દરમિયાન રૂ.5,220ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ગોપાલીયા ગામમાં જુગાર રમતા ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા પીએસઆઇ એ.આર ડામોરના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે ગોપાલીયા ગામના બસ સ્ટેન્ડ ફળિયામા ભીખા ભાઇ ગવલાભાઇના ખેતરના શેઢા પર વાંસની આડાસમા હારજીતનો જુગાર રમતા અશ્વિન ગુરજીભાઇ વસાવા,મનિષ તુલસીભાઇ વસાવા, મહેંદ્ર રણછોડભાઇ વસાવા, સામ સિંગ કોટનીયાભાઇ વસાવા, ભીમ સિંગ રામજીભાઇ વસાવા, જેસિંગ મનજીભાઇ વસાવા,સુરેશ કોટનીયા ભાઈ વસાવા અને નરેશ નરસિંહ ભાઇ વસાવા તમામ (રહે- ગોપાલીયા )ને કુલ રૂ.5220 સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.

(12:47 am IST)
  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • મહારાષ્ટ્રના ૨ ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન: લિજ્જત પાપડના જશવંતીબેન પોપટ અને રજનીકાંત શ્રોફને પદ્મશ્રી એવોર્ડ જાહેર: લિજ્જત પાપડ શરૂ કરનાર સાત મહિલાઓ પૈકીના રઘુવંશી જશવંતીબેન જમનાદાસ પોપટ અને યુનાઈટેડ ફોસ્ફરસના રજનીકાંત દેવીદાસ શ્રોફને કેન્દ્ર સરકારે આજે પદ્મશ્રી એવોર્ડ અપાયાની જાહેરાત કરી છે access_time 1:03 am IST