Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગાંધીધામની ગળપાદર જેલના જેલર-સબ જેલર સવા લાખની લાંચ લેતાં ઝડપાયા: અમદાવાદ એસીબીના છટકામાં સપડાયા

અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડ્યો

ભુજ :  અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડ્યો હતો અને જેલના જેલર અને સબ જેલરને લાંચે લેતા ઝડપાયા છે. ગળપાદર જેલનાં જેલર અને સબ જેલરને રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી અમદાવાદના સફળ છટકામાં જેલર અને સબ જેલર બને આવી જતા તેમજ જેલમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.  

 અત્રે ઉલ્લેખનીય છે કે સવારે રાજકોટના અધિકારીને અને સાંજે કચ્છના અધિકારીને સફળ ટ્રેપનાં માધ્યમથી રંગે હાથ ઝડપી અધિકારી આલમમાં સોંપો પાડી દીધો છે.

 રાજકોટ SGSTમાં ACB દ્રારા સફળ ટ્રેપના માધ્યમથી વેરા નિરીક્ષક એમ.એમ.મદાણીને 20 હજારની લાંચ લેતા ઝડપ્યાની સાથે સાથે લાંચીયા અધિકારીના ઘરની પણ જડતી લેવામાં આવી હતી. સાથે સાથે મદાણી સામે અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો કચ્છમા પણ ACBએ સપાટો બોલાવતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:23 pm IST)
  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST

  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST