Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રાજ્યના ૧૯ પોલીસ કર્મીને સન્માનિત કરવામાં આવશે

પ્રજાસત્તાક પર્વ પર મેડલ એનાયત થશે : બિંદેશ શાહ, કુમારરાય જંગદીશચંદ્ર રાયને પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલ તો ૧૭ જવાનોને પોલીસ મેડલ અપાશે

ગાંધીનગર, તા. ૨૫ : કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના ૧૯ પોલીસ અધિકારી જવાનોને મેડલ એનાયત થનાર છે. જેનું હાલ લિસ્ટ સામે આવી ચૂક્યું છે. બે જવાનોને પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલ તો ૧૭ જવાનોને પોલીસ મેડલ એનાયત થશે.

પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલમાં જેમના નામ છે તેમાં બિંદેશ શાહ પીઆઈ, અમદાવાદ અને કુમાર રાય જગદીશરાય ચંદ્ર વાયરલેસ પીઆઈ કમિશનર ઓફિસ અમદાવાદનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસ મેડલમાં અર્ચના શિવહરે, જે આર મોથાલીયા બે આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે.

સેવા મેડલ મેળવનારા પોલીસ કર્મચારીઓમાં આઈજી ડૉ. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.

(9:59 pm IST)