Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અમદાવાદમાં આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઈ: નીતિનભાઈ પટેલની મુલાકાત બાદ હડતાલનો અંત

પ્રમોશન અને ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હતો

અમદાવાદ : આખરે  અમદાવાદ આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઇ છે. ફરી એક વખત ભાજપનાં સંકટ મોચકે પોતાને સંકટ મોચક સાબિત કરતા આરોગ્ય કર્મીઓને મનાવી લીધા છે અને ધીનાં ઠામમાં ઘી જેવો ક્યાસ જોવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કર્મચારી સંઘની હડતાળ ચાલી રહી હતી. પ્રમોશન અને ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હતો. જેને લઈને હડતાળ થતા હડતાળને સમેટી લેવા માટે સરકારે ચેતવણી પણ આપી હતી. કોરોના રસીકરણમાં આ સંઘને આડખીલીરૂપ ના થવા માટે ચેતવણી અપાઈ હતી. છતાં તેમણે હડતાળ અને વિરોધ યથાવત રાખ્યો હતો.

પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 12મી જાન્યુઆરીથી હડતાલ ઉપર ઉતર્યા હતા. પોતાની માંગણી પુરી કરાવવા માટે તેમણે આરોગ્ય કર્મચારી સંઘ બેઠક યોજી હતી. જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલ સાથેની ચર્ચા બાદ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ સમેટી લેવાનો નિર્ણય લીધો હતો

(8:44 pm IST)
  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST