Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વિરમગામ તાલુકા સેવા સદન ઝળહળી ઊઠયું

તાલુકા સેવા સદનના મુખ્ય બિલ્ડીંગ તથા પ્રાંગણમાં તિરંગા થીમ પર રોશની કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :૨૬ મી જાન્યુઆરી -૨૦૨૧ ને મંગળવારના રોજ ૭૨માં પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. તે પુર્વ અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા તાલુકા સેવા સદન ના મુખ્ય બિલ્ડીંગ તથા પ્રાંગણમાં તિરંગા થીમ પર રોશની કરવામાં આવી હતી. તિરંગા થીમની રોશનીના કારણે તાલુકા સેવા સદન ઝળહળી ઊઠ્યું હતું અને નગરજનોએ નયનરમ્ય દ્રશ્ય નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૧ ને મંગળવારના રોજ ૭૨માં પ્રજાસત્તાક દિનની નિમિત્તે તાલુકા સેવા સદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે.

(8:39 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST