Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

દારૂના ગુનામાં ભાગતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી કડોદરા પોલીસ

આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને ડીએસપી ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી આર. એન. સોલંકીના દિશા નિદર્શન મુજબ પીઆઇ એ. પી. બ્રહ્મભટ્ટની ટીમે આરોપીઓને ઝબ્બે કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરતની કડોદરા જીઆઇડીસી પોલીસના ચોપડે એક વર્ષથી નાસતા ફરતા દારૂના કેસના બે આરોપીને કડોદરા જીઆઇડીસી પોલીસે પકડી પાડ્યા છે. આ બંનેને તેમણે તાતીથૈયા ગામેથી રોડ પરથી પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને ડીએસપી ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી આર. એન. સોલંકીના દિશા નિદર્શન મુજબ પીઆઇ એ. પી. બ્રહ્મભટ્ટની ટીમે પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં તેમણે તાતીથૈયા ગામે રોડ પરથી લાલુ ઉર્ફે સતિષ અશોક પરમાર રહે. માખણા કામરેજ અને પંડિત ઉર્ફે વિનયકુમાર રામબહાદુર પાંડે રહે તાતીથૈયા પલસાણા સુરતને પકડી પાડ્યા હતા

 . આ બંને વિરૂદ્ધ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. લાલુ ઉર્ફે સતિષની બહેન સુનિતા ગાંવિતના તાતીથૈયા ગામના ઘરમાં પોલીસે દરોડો પાડી રૂ. 48 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. સુનિતાને લાલુ ઉર્ફે સતિષ અને પંડિત દારૂ પહોંચાડતા હોય તેઓ પોલીસ ચોપડે વોન્ટેડ હતા. આ બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.

(7:30 pm IST)