Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ, બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૨ જવાનોને 'મુખ્યમંત્રીશ્રી ચંદ્રકો' જાહેર

ગાંધીનગર તા.૨૫ઃ રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ, બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનો કે જે માનદ સેવા આપી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજો બજાવે છે તેઓની પ્રશંસનીય સેવાઓ જેવી કે, વ્યકિતગત હિંમત, શૌર્ય અને લાંબી વિશિષ્ટ સેવા બદલ પ્રતિ વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ અંતર્ગત આ વર્ષે પણ કુલ ૪૨ અધિકારી/સભ્યોની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે. જેની યાદી આ મુજબ છે.

(6:23 pm IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • ૧ લી ફેબ્રુઆરી બજેટના દિવસે દિલ્હીમાં સંસદ ભવન પર કૂચ લઈ જશે કિસાનો આવતીકાલની કિસાન રેલી પહેલાં મોટી જાહેરાત: પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે જ સંસદ ભવન કૂચ લઈ જવાની ખેડૂત નેતાઓની જાહેરાત : આ દિવસે કેવી રીતે ક્યાં જવાનું છે તે અમે 28 જાન્યુઆરીએ નક્કી કરશું: દર્શન પાલ, ક્રાંતિકારી કિસાન યુનિયનની જાહેરાત access_time 8:15 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST