Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મોડાસાના ભિલોડા તાલુકાના માંકરોડા ગામે પ્રેમલગ્નને 4 મહિનામાંજ સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

ભિલોડા:તાલુકાના માંકરોડા ગામે ૧૯ વર્ષિય પરણિતાએ પ્રેમલગ્નના માસમાં સાસરીયાના ત્રાસથી તંગ આવી દુપટ્ટાનો ફાંસો બનાવી ગળેટુંપો દઈ મોતને વહાલુ કરતાં કરૂણ ઘટનાએ પંથકભરમાં ચકચાર મચાવી દીધી હતી. જયારે મૃતક પરણિતાના પિતાએ નોંધાવેલ ફરીયાદ બાદ ભિલોડા પોલીસે પતિ સહિત આરોપીઓ વિરૂધ્ધ દુષ્પ્રેરણ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકાના નાના ડોડીસરા ગામના પ્રિયંકાન્તભાઈ બાબુભાઈ ડુંડ નાઓની દીકરી તૃપ્તિબેને ચાર માસ અગાઉ જેશીંગપુર ગામે ડેનિશ ડામોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન જીવનની શરૂઆતથી પરણિતાને પતિ સહિત સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હતો. અગાઉ એકવાર પરણિતા ત્રાસથી ત્રસ્ત બની પિયર આવી હતી. પરંતુ તેના પિતાએ દીકરીનો ઘર સંસાર બગડે તે માટે સમજાવી સાસરીયાઓ જોડે સમાધાન કરાવી લખાણ કરાવી લીધું હતું.

(5:28 pm IST)