Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભિલોડા તાલુકાના ભાણમેર ગામની સીમમાં પસાર થતી બાઈક ઝાડ સાથે ટકરાતા બાઈક સવાર શખ્સનું કરુણ મોત

ભિલોડા:તાલુકાના ભાણમેર ગામની સીમના માર્ગેથી પસાર થતી બાઈક ઝાડ સાથે ટકરાતાં બાઈક સવારનું અકસ્માતમાં મોત નીપજયું હતું.જયારે પુરઝડપે બાઈક હંકારનાર ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો હોવાનું ફરીયાદમાં મૃતકના પિતાએ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા તાલુકાના રામપુરી ગામના લાલજીભાઈ માલવીયા ગત ગુરૂવાર ની સાંજે ઘરે બેઠા હતા.ત્યારે ગામનો અક્ષય અને દીલખુશભાઈ ઘરે આવ્યા હતા. અને લાલજીભાઈ ના દિકરા જીજ્ઞોશ અને તેની બાઈક  લઈ બહાર ગામ જવા નીકળ્યા હતા. બાઈકના ચાલક અક્ષયકુમાર દેવજીભાઈ તાબીયાડે પોતાના કબ્જાનું બાઈક રોંગ સાઈડે પુરઝડપે હંકારતાં ભાણમેર ગામની સીમના માર્ગે એક કરીયાણાની દુકાનની સામે ઝાડ સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.અને બાઈક સવાર જીજ્ઞોશભાઈ લાલજીભાઈ માલવીયા ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે મોત નીપજયું હતું. અકસ્માત સર્જી ભાગી છુટેલા અને અકસ્માતની ઘટના છુપાવવા પ્રયાશ કરનાર ચાલક વિરૂધ્ધ મળેલ માહિતીના આધારે મૃતકના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. ભિલોડા પોલીસે આરોપી ચાલક અક્ષયકુમાર દેવજીભાઈ તબીયાડ વિરૂધ્ધ ઈન્ડીયન પીનલ કોડ અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:27 pm IST)