Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વડોદરા:મુંબઈની બે યુવતીની પ્રેમજાળમાં ફસાવી વિડીયો બનાવી બ્લેકમેલ કરનાર યુવકને પોલીસ ફરિયાદના આધારે ઝડપી પાડયો.

વડોદરા: ગોરવા પોલીસ મથકના પી.. આર.સી. કાનમિયાને  ગઇકાલે  મુંબઇની બે યુવતીઓ મળી હતી અને નિમેષ  અમરભાઇ  વસેટા  (..૩૩) (રહે. અંધેરી  ઇસ્ટ મુંબઇ)નો  ફોટો અને તેના  વિરૃધ્ધ  મુંબઇમાં અંબોલી   પોલીસ સ્ટેશનમાં નોધાવેલી  બળાત્કાર અને  છેતરપિંડીની ફરિયાદની  નકલ  આપી હતી. મુંબઇની યુવતીઓને  જાણ થઇ  હતી કે  આરોપી  ગોરવા  વિસ્તારમાં  ક્યાંક રહે છે

જેથી  ગોરવા  પી.આઇ.  બાતમીદારોના  નેટવર્કની  સહાયથી  ગોરવાના  નિપા એપાર્ટમેન્ટમાં રહેતા નિમેષને  ઝડપી  લઇ  લેપટોપ  કબજે લઇ  મહારાષ્ટ્ર  પોલીસને  જાણ કરી  હતીમહારાષ્ટ્ર  પોલીસે  મોડી રાત્રે  ત્રણ  વાગ્યે  વડોદરા  આવીને  આરોપીનો  કબજો  સંભાળ્યો હતો

કેસની  ચોંકાવનારી વિગતો  એવી  છે કે  નિમેષ  આઇ.ટીક્ષેત્રમાં  ટેકનિશિયનનું  કામ  કરે છે. બે  વર્ષ  પૂર્વે  તેણે  મુંબઇની  એક યુવતીને  પ્રેમજાળમાં  ફસાવી  તેની  સાથે સંબંધ બાધ્યો હતોતે દરમિયાન  યુવતીનો  વીડિયો  ઉતારીને    યુવતી પાસેથી  રૃપિયા   પડાવ્યા હતાત્યારબાદ  નિમેષે તે યુવતી  છોડીને  મુંબઇની  અન્ય  એક યુવતી સાથે  રિલેશન રાખી  રહેવાનું શરૃ કર્યુ હતું  યુવતીનો પણ  વીડિયો  બનાવી  તેણે  રૃપિયા  પડાવ્યા  હતા. મહિના  પૂર્વે  નિમેષે   બીજી  યુવતીને  પણ  પડતી મુકી હતીતેણે પોતાનો  મોબાઇલ  નંબર  પણ બદલી  નાખ્યો  હતો અને તે પછી  વડોદરામાં  ત્રીજી  યુવતી  સાથે  રહેતો  હતોજેથી મુંબઇની  યુવતીએ  નિમેષ  વિરૃધ્ધ  મુંબઇમાં  અંબોલી  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ  નોધાવી  હતી

(5:23 pm IST)