Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં નવી બંધાતી સાઈટ નજીક શ્રમજીવી યુવકે પરિણીતા પર બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરના અલકાપુરીમાં નવી બંધાતી સાઇટ પર શ્રમજીવી યુવકે પોતાના   જિલ્લામાં રહેતી  પરિણીતા  પર બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે આરોપીને ઝડપી પાડી કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.

દાહોદ જિલ્લાના બોરવણી ગામે રહેતા શ્રમજીવી રામજી સડિયાભાઇ સોલંકી વડોદરામાં અલકાપુરી કાન્હા કેપિટલ સાઇટ પર મજૂરી કામ કરે છે.તેના વતનનું દંપતી પણ તેની સાથે છેલ્લા વર્ષથી મજૂરી કામ કરે છે.ગત ૨૭ મી ડિસેમ્બરે મહિલાનો પતિ   તેના ઝૂંપડા  બહાર થોડે દૂર  મિત્રો સાથે બેઠો  હતો.તે દરમિયાન રામજી  સોલંકીએ  ઝૂંપડામાં ઘૂસીને તેની પત્ની    સાથે દુષ્કર્મ આચર્યુ હતું.મહિલાએ બૂમાબૂમ કરી તો આરોપીએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પરંતુ,મહિલાનો ૧૨ વર્ષનો બાળક દોડીન  પિતાને બોલાવી લાવ્યો હતો.

મહિલાના પતિએ આરોપી રામજીને ઠપકો આપતા આરોપીએ તેની સાથે ઝપાઝપી કરી ધક્કો મારી ખાડામાં પાડી દીધો  હતો.બનાવ અંગે મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ને ઝડપી પાડી કોરોના ના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.

(5:22 pm IST)