Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મુખ્ય પોલીસ વડા આશીષ ભાટીયા અને આઇજી અર્ચના શિવહરે એવોર્ડથી વિભુષિત

E guj cop અંતર્ગતની કામગીરીની નોંધ રાષ્ટ્રિય લેવલે લેવવામાં આવી મુખ્ય પોલીસ વડાં આશિષ ભાટિયા અને આઇજી અર્ચના વિશેષ એવોર્ડથી વિભૂષિત : આ પ્રોજેકટ અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શનમાં રાજકોટ પોલીસ દ્વારા ગુજરાતમાં અવ્વલ નંબર મેળવ્યો છે

 રાજકોટ તા.૨૫, ક્રિમીનલ ટ્રેકિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા  E Guj cop અંતર્ગત દેશમાં નમૂનેદાર કામગીરી બદલ ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા ટીમને નેશનલ ક્રાઇમ રેકોર્ડ દ્વારા વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 CCTNS અને ICEJS પ્રોજેકટ અંતર્ગત દેશમાં અદ્વિતિય કામગીરી બદલ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડના વડાં એવા આઇજી તથા પ્રોજેકટના નોડલ ઓફિસર અર્ચના શિવહરેને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરવા આવ્યા છે.

 વિવિધ કેટેગરીમાં ગુજરાતે કરેલ આવી કાબિલે દાદ કામગીરી બદલ કેન્દ્ર સરકારના રાજય લેવલના ગૃહમંત્રી ક્રિષ્ના રાય હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મુખ્ય ડીજી અને આઇજીને મળતા ગુજરાત સરકારની ખુશીની કોય સીમા નથી.રાજય પોલીસ તંત્ર પણ આવા ચંદ્રક થી ખુશ ખુશાલ છે.

અત્રે યાદ રહે કે ટેકનો સેવી પોલીસ  કમિશનર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ રાજકોટ પોલીસ દ્વારા પણ ખૂબ સુંદર કામગીરી થાય છે.સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજકોટ પોલીસ દ્વારા થતી કામગીરી ગુજરાતભરમાં ૯૪થી ૯૫ ટકા માર્કસ મેળવી રાજકોટની શાન વધારી છે.

(3:21 pm IST)
  • ગણતંત્ર દિવસની ઉજવણી પહાડોમાં કરવા ઉમટયા સહેલાણીઓ : શિમલાની ટ્રેન અને વોલ્‍વોનું ર૬ તારીખ સુધીનું બુકીંગ પુરૂં, હોટલો પણ પેક access_time 3:31 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST