Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ચૂંટણીના કારણે બજેટ સત્ર મોડુ થવાના સંજોગો

નીતિન પટેલ ૯મી વખત બજેટ રજૂ કરશે : ગયા વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયેલ : આ વર્ષે માર્ચની શકયતા : વિભાગવાર રાબેતા મુજબ તૈયારી

રાજકોટ તા. ૨૫ : ગુજરાત વિધાનસભાનું દર ફેબ્રુઆરીમાં મળતું બજેટ સત્ર આ વખતે થોડું મોડું ૧ માર્ચ આસપાસથી શરૂ થાય તેવા સંજોગો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે બજેટ મોડું થઇ શકે છે. સરકારે હજુ બજેટ સત્ર બાબતે તારીખ નક્કી કરી નથી. નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અગાઉ ૮ વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. આ વખતે ૯મી વખત બજેટ રજૂ કરશે. વિભાગવાર રાબેતા મુજબ તૈયારી ચાલી રહી છે.

સામાન્ય રીતે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી માર્ચ અંત સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલતું હોય છે. ગયા વર્ષે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના કારણે બજેટ થોડા દિવસ મોડું ૨૬ ફેબ્રુઆરીએ રજૂ થયેલ. આ વખતે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે તેમજ ધારાસભ્યો ચૂંટણી પ્રચારમાં રોકાયેલા હોય તો સ્વભાવિક છે. છેલ્લા તબક્કાનું મતદાન ૨૮ ફેબ્રુઆરીએ થનાર છે તે પછી તુરંત બજેટ સત્ર શરૂ થાય તેવા અત્યારના સંજોગો છે.

(1:08 pm IST)