Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં રોડ-શો કરશે રાહુલ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે મહારથીઓ

ગાંધીનગર તા. રપ : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં આવતા મહીને થનારા સ્થાનીક ચૂંટણી પ્રચાર માટે આવશે તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રોડ-શો કરશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર તેમજ જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી થવાની છે બીજીબાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા અને મધ્ય ગુજરાતમાં વડોદરા મહાનગરપાલિકા છે આ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલીકા અને ગાંધીનગર મહાનગરપાલિકા ક્ષેત્રમાં પણ રાહુલ રોડ શો કરી શકે છે. બીજીબાજુ નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચુંટણી માટે ગ્રામીણ ક્ષેત્રોના મતદાતાઓનેપણ ખુશ રાખવાની પણ ચર્ચા છે.

સુત્રોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં રાહુલ જેવા વરિષ્ઠ નેતાઓનું આવવુ મુશ્કેલી હોય છે. રાજયના નેતા જ ચુંટણી પ્રચાર કરે છે. પરંતુ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થવાની ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં એક-દિવસ પ્રચાર માટે આવશે તેનાથી પૂર્વ રાહુલ ગાંધીને ગુજરાતની મુલાકાત પ્રસ્તાથ હતી પરંતુ કોરોના લીધે આ વખતે સ્થાનીક નિગમ ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજનૈતિકદળો પણ તેમના ઉમેદવાર ઉતારશે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ત્રીજા યાદી જાહેર કરી છે બીજીબાજુ એઆઇએમઆઇએને પણ એલાન કરી દીધું છે કે પક્ષ રાજયમાં સ્વાનિક ચૂંટણી માટે લડશે પક્ષનું ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે વાતચીન છે.

(11:58 am IST)
  • અર્ણબ ગોસ્‍વામીએ મને ૧૨ હજાર ડોલર અને ૪૦ લાખ રૂપિયા આપ્‍યા : પુર્વ બાર્ક સીઇઓએ સ્‍વીકાર્યુ : મુંબઇ પોલીસે કબુલ કર્યુ હોવાનો કર્યો દાવો access_time 3:31 pm IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST