Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઓવૈશીનો પક્ષ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૫ બેઠકો ઉપર ઝંપલાવશે

ભરૂચમાં બીટીપી સાથે ગઠબંધન કરશેઃ સાબીરભાઇ કાબલીવાલા

(કેતનખત્રી) અમદાવાદઃ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ-ઉલમુસ્લીમ (એઆઇએમ આઇએમ) એ ગુજરાતમાં વિધિવત પ્રવેશ કર્યાની જાહેરાત કરી છે. આ પ્રસંગે પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલા અને સ્ટેટ જનરલ સેક્રેટરી હમિદભાઇ ભટ્ટી સહિત કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે એઆઇએમ આઇએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલાએ જણાવ્યુ હતુ કે વર્તમાન ભાજપ સરકારે મુસ્લીમ, દલીત, આદિવાસી, ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી જયારે સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી તથા વિરોધપક્ષમાં રહીને પણ કોંગ્રેસ જનતાના મુદાઓને ઉઠાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને જોતા ગુજરાતની જનતાને એક મજબુત નેતૃત્વ અને વિકલ્પની જ:ર હોવાનું જણાવેલ.

ટુંક સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા ૧૫ વોર્ડ ઉપર તથા ભ:ચમાં બીટીપી સાથે ગઠબંધનમાં બેઠક શેરીંગ ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે. ઓવૈશી પણ અમદાવાદ અને ભ:ચમાં સભા કરશે તેવી પૂર્ણ સંભાવના છે.

(10:51 am IST)