Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વરાણાં ગામની બહેનો એ મેળામાં ગૃહ ઉધિયોગની વસ્તુઓ વહેંચવા સ્ટોલનું પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર દ્વારા ઉદઘાટન.

વરાણા : રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે ગૃહ ઉદ્યોગની તાલીમનું આયોજન કરેલ જેમાંથી તાલીમ મેળવ્યા બાદ વસ્તુઓ બનાવી વેચાણ વ્યવસ્થા માટે ખોડલધામ વરાણા ના મેળા માં સ્ટોલ રાખી વેચાણ વ્યવસ્થા ઉભી કરેલ છે
  વરાણા વિજયનગર અને ટુવડ ગામ ની મહિલા મંડળ ના બહેનો દ્વારા બનાવેલ ઘર વપરાશ ની વસ્તુ ઓ જેવી કે ફિનાઇલ હેંડવોસ અગરબત્તી ખાખરા બામ વેસલીન કપડાં ધોવાનો પાવડર જેવી વસ્તુઓ નો સ્ટોર શરૂ કરેલ છે જેના ઉદ્ઘાટન માં મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ ધારસભ્ય નાગરજીબા ઠાકોર વરાણા ગામ ના સરપંચ ઠાકોર વરશંગજી વરાણા તલાટી કમ મંત્રી જાદવ સતિષભાઈ, સમી તાલુકા  ભાજપ ના પ્રમુખ ઠાકોર બાબુજી, તાલુકા પંચાયત પ્રમુખ ઠાકોર  દિલીપજીની હાજરીમાં રીલાયન્સમાં થી નિરપતભાઈ, વ્રજલાલ રાજગોર સાહેબ, વર્ષાબેન મહેતા, સંજયભાઈ ઈમામભાઈ અને ધનજીભાઈ પણ હાજર રહેલા હતા .

(9:26 pm IST)