Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

બેદરકારીનો કેસ : મહિલાને ૮.૫૦ લાખનું વળતર મળ્યું

રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચનો ચુકાદો : ડોકટરો ડિલીવરી દરમિયાન મહિલાના પેટમાં કોટન મોપ ભુલ્યા : બેદરકારીથી મહિલાને યાતના સહન કરવી પડી

અમદાવાદ, તા.૨૫ : મહિલાની ડિલીવરી-ઓપરેશન દરમ્યાન સર્જિકલ કોટન મોપ(રૂનો ગાભો) રહી જતાં મહિલાને સહન કરવી પડેલી પારાવાર વેદના અને યાતના તેમ આંતરડુ કપાવવુ પડે તેટલી હદની ગંભીર તબીબી બેદરકારીના એક મહત્વના કેસમાં ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચના મેમ્બર ડો.જે.જી.મેકવાન અને જયુડીશીયલ મેમ્બર એમ.જે.મહેતાની ખંડપીઠે ફરિયાદી મહિલાને કુલ .૫૦ લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા કસૂરવાર ગાયનેકોલોજીસ્ટ અને ઓબસ્ટ્રીશીયન ડો.મીના વાંકાવાળા, સૌરભ હોસ્પિટલ અને નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ને ફરમાન કર્યું હતું. સમગ્ર કેસની ગંભીરતા ધ્યાને લઇ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચે ફરિયાદી મહિલાને માનસિક ત્રાસ અને યાતના બદલ રૂ.૨૫ હજાર અને લીટીગેશન કોસ્ટ પેટે રૂ.દસ હજાર વધારાના પણ ચૂકવી આપવા પ્રતિવાદીઓને આદેશ કર્યો હતો.

        આમ, રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચે ફરિયાદી મહિલાને રૂ..૮૫ લાખનું વળતર અપાવતો બહુ સીમાચિહ્નરૂપ ચુકાદો જારી કર્યો હતો. સ્ટેટ ફોરમનો ચુકાદો તબીબી બેદરકારી અને નિષ્કાળજીના અન્ય કિસ્સાઓમાં પણ ઘણો માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે. અરજદાર ફરિયાદી તરફથી ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા ભાવિ મનીષભાઇ મહેતાને ડિલીવરી અર્થે ગત તા.૧૫--૨૦૧૨ના રોજ સુરતની ડુમસ રોડ પર આવેલી સૌરભ હોસ્પિટલ અને ડો.મીના વાંકાવાળા (ગાયનેકોલોજીસ્ટ અને ઓબસ્ટ્રીશીયન)ના ત્યાં દાખલ કરવામાં આવી હતી, જયાં ભાવિબહેને બાળકને જન્મ આપ્યો હતો. તા.૨૦--૨૦૧૨ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ  ફરિયાદી મહિલાને પેટમાં સખત દુઃખાવો ઉપડયો હતો. ફરિયાદી મહિલાએ ડો.મીના વાંકાવાળાને બતાવતાં તેમણે પેટમાં દુઃખાવો મટાડવાની દવા આપી હતી.

          જો કે, તેનાથી તેણીના પેટના દુઃખાવામાં બહુ ફેર પડયો નહોતો અને તા.૧૩--૨૦૧૨ ના રોજ રાત્રે ત્રણ વાગ્યે ફરિયાદી મહિલાને બહુ જોરદાર અને અસહ્ય પીડાદાયક દુઃખાવો ઉપડતાં તેણીને તાત્કાલિક એડવેન્ટીસ્ટ હોસ્પિટલ, અઠવા ગેટ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાઇ, જયાં મહિલાની સોનોગ્રાફી અને સીટી સ્કીન રિપોર્ટ કરાતાં તેણીના પેટમાં સર્જિકલ કોટન મોપ હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી. સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ પંચમાં રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરતાં ધ્યાન દોર્યું હતું કે, પ્રતિવાદી ડોકટર વાંકાવાળા ફરિયાદીના પેટમાં જે કોટન મોપ ભૂલી ગયા હતા તે, ૧૫ એમએમ બાય ૧૨ એમએમનો હતોપ્રસ્તુત કેસમાં ડોકટરો અને હોસ્પટિલ સત્તવાળાઓની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દેખાઇ આવે છે.

          નોટિસનો પણ હોસ્પિટલ સત્તાધીશોએ ઉડાઉ જવાબ આપ્યો હતો. ડોકટરની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના કારણે તેણીને અસહ્ય પીડા અને લાંબા સમય સુધી યાતના ભોગવવી પડી છે, એટલે સુધી કે, ફરિયાદી મહિલાને તા.૧૪--૨૦૧૨ના રોજ અન્ય હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાની અને આંતરડુ પણ કપાવવાની ફરજ પડી હતી ત્યારે અરજદારને સારૂ થયુ હતુ અને જાનનું જોખમ ટળ્યુ હતું. સંજોગોમાં પંચે કસૂરવાર ડોકટર, હોસ્પિટલ અને વીમા કંપની પાસેથી ફરિયાદી મહિલાને યોગ્ય અને પૂરતું વળતર અપાવવું જોઇએ.

તબીબોની બેદરકારીનો કેસ બિલકુલ સ્પષ્ટ છે

પંચ દ્વારા સ્પષ્ટ જવાબ અપાયો

અમદાવાદ, તા. ૨૫ : પંચે તેના ચુકાદામાં ગંભીર અવલોકન કર્યું હતું કે, નિર્વિવાદ હકીકત છે કે, ડિલીવરી દરમ્યાન ડોકટર દ્વારા સર્જિકલ કોટન મોપ ફરિયાદી મહિલાના પેટમાં રહી ગયો હતો, તેમછતાં ડોકટર દ્વારા મહિલાના શરીરમાંથી મોપ નીકાળવાની તસ્દી સુધ્ધાં લેવાઇ નહી. તેના કારણે ફરિયાદી મહિલાને લાંબા સમય સુધી અસહ્ય પીડા અને યાતાનાનો ભોગ બનવુ પડયુ. કેસમાં ડો.મીના વાંકાવાળાની પણ ઓપરેશન દરમ્યાન ગંભીર બેદરકારી અને નિષ્કાળજી  સામે આવી છે. જે જોતાં ડો.વાંકાવાળાની સ્પષ્ટ તબીબી નિષ્કાળજીનો કેસ પ્રતીત થાય છે.

(8:52 pm IST)