Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા શંખેશ્વર ગામ પંચાયતના સહયોગથી ઘન કચરાના વ્યવસ્થાપન માટે કાર્યક્રમ યોજાયો

અલગ જાહેર જગ્યામાં સ્વચ્છતા અભિયાન અને શેરી નાટક દ્વારા ચાર જાગૃતિ કાર્યક્રમ કરાયા

રાધનપુર : રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા અમલીકરણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત શંખેશ્વર ગ્રામ પંચાયતના સહયોગથી શંખેશ્વર ગામમાં ચાલતા ઘન કચરાના વ્યવસ્થાપન માટેના કાર્યક્રમ ના ભાગરૂપે શંખેશ્વર ગામ માં મુખ્ય બજાર ગ્રામ પંચાયત ચોક ઠાકોર વાસ અને ભરવાડ વાસ માં અલગ અલગ જાહેર જગ્યામાં સ્વચ્છતા અભિયાન અને શેરી નાટક દ્વારા ચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા

  આ કાર્યક્રમમાં શેરી નાટકના માધ્યમથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા કચરો કચરાપેટીમાં નાખવા  સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરાપેટીનો કચરો કલેકશન કરવા આવતા ટ્રેક્ટરમાં નાખવા જાહેર જગ્યાઓમાં ગંદકી ન કરવા ઉકરડાઓ જાહેર જગ્યામાં ન કરી પોતાની માલિકીની જગ્યામાં કરવા ટ્રાફિક વાળી જગ્યામાં પોતાના વાહનો પાર્કના કરવા ઘર વપરાશનું ગંદુ પાણી શેરીમાં ન કાઢવા તેમજ શંખેશ્વર ગ્રામ પંચાયત અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતા કાર્યક્રમોમાં સાથ સહકાર આપી શંખેશ્વર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જાગૃત કરવામાં આવ્યા એવું રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેકટ ઇન્ચાર્જ વ્રજલાલભાઈ રાજગોર દ્વારા જણાવેલ  હતું
  પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમ અંતર્ગત શંખેશ્વર ગામના તમામ કચરા નું એકત્રિકરણ કરી તેમને સેગ્રીગેસન સેડ માં એકત્ર કરી સેગ્રીગેટ કરવું ત્યારબાદ તેને બેલિંગ મશીનના માધ્યમથી બેલિંગ કરી અલગ અલગ પ્લાસ્ટિકની ગાંસડી બનાવી પ્લાસ્ટિક કચરાને રિસાઇકલ કરી પંચાયતને ઉપયોગી વસ્તુઓ બનાવવી તેમજ અન્ય કચરામાંથી વર્મી કંપોસ્ટ માધ્યમ કલચર જેવા ખાતર બનાવી ખેડૂતોને ઉપયોગી થાય તે માટે કાર્ય કરવા આયોજન કરેલ છે આ કાર્યક્રમના માધ્યમથી શંખેશ્વર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા સાથે મહિલા મંડળને રોજગારી આપવા સાથે ગ્રામ વિકાસના કાર્યોમાં સહભાગી બનાવવા નો મુખ્ય ઉદ્દેશ્ય છે એવુ સરપંચ હેતલબેન જગદીશભાઈ ડાભી દ્વારા જણાવેલ હતું

(9:26 pm IST)