Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કલોલથી પાટડી જતી એસટીની ચાલુ બસે ડ્રાયવરને હાર્ટએટેક : મૃત્યુ પહેલા 50 મુસાફરોનો જીવ બચાવ્યો

સમયસૂચકતા વાપરીને બસ રોડ નીચે ખેતરમાં ઉતારી દીધી

અમદાવાદ : એક એસટી બસના ડ્રાયવરે મૃત્યુ પહેલા બસના યાત્રિકોના જીવ બચાવ્યા હતા  કલોલથી પાટડી જતી એસટી બસના ડ્રાયવર રમેશભાઈ નાયક પાટડી નજીક ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો  પરંતુ તેમણે સમયસૂચકતા વાપરીને બસ રોડ નીચે ખેતરમાં ઉતારી દઈને બસ થોભાવી દીધી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી.હતી

    જોકે ડ્રાયવરે અચાનક બસ નીચે ઉતારી દેતાં એક સમયે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસ પાટડી નજીક સાવડાના બોર્ડ પાસે પહોંચી ત્યારે ડ્રાયવરને એટેક આવ્યો હતો  આ સમયે બસમાં કંડક્ટર સાથે 50 યાત્રીઓ સવાર હતા. રમેશભાઈને તાત્કાલીક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું  55 વર્ષના ડ્રાયવર રમેશભાઈ કલોલ તાલુકાના પાનસર ગામના વતની હતા.  

(8:02 pm IST)