Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વિદ્યાર્થીએ ચાલુ કલાસમાં જ વિદ્યાર્થીનીને ચુંબન કરી લીધુ

પંચમહાલની મોરવા હડફ સ્કૂલનો કિસ્સો : વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના ચુંબનનો ૩૦ સેકન્ડનો વિડિયો વાયરલ થયા બાદ શિક્ષણજગતમાં ભારે ખળભળાટ મચ્યો

અમદાવાદ,તા. ૨૫ : પંચમહાલ જિલ્લાના મોરવા હડફની કે.એસ.હાઇસ્કૂલના ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને બાથમાં ભરી લઇ તસતસતુ જોરદાર ચુંબન કરી લેતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનીને ચાલુ કલાસે લાંબુ ચુંબન કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ગરમાયો હતો અને તેને લઇ હવે રાજયનું શિક્ષણવિભાગ પણ હરકતમાં આવ્યું હતુ. શિક્ષણવિભાગની તપાસને પગલે હવે શાળાના પ્રિન્સીપાલે પણ સ્ટાફ અને શિક્ષકોને નોટિસ આપી વિદ્યાર્થીઓની અશ્લીલ હરકત વિશે ખુલાસો માંગ્યો છેશિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકે તેવો વીડિયો પંચમહાલ પથંકમાં વાયરલ થયો છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફની કે.એસ. હાઇસ્કૂલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ક્લાસરૂમમાં અશ્લીલ હરકતો કરતા કેદ થયા હતા. જેનો વીડિયો કોઇએ ઉતારીને વાયરલ કર્યો હતો. સમયે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્ર્થીનીઓ હાજર હતી.

        અન્ય વિદ્યાર્થીનીઓ પણ ઘટના જોઇને શરમજનક સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. તેમ છતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ ચુંબન કરવાનું બંધ કર્યું હતું. વીડિયો વાયરલ થતાં પંચમહાલ શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે. જો કે, સ્કૂલમાં જ્યારે ઘટના બની ત્યારે શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ ક્યાં હતો તે સવાલ ઉભો થયો છે. દરમ્યાન મોરવા હડફની કે.એસ. હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, હું ઘટનાને વખોડી કાઢુ છું. અમારી સ્કૂલમાં પહેલી વખત આવી ઘટના બની છે. તા.૨૩ જાન્યુઆરીએ ધો-૧૨ના ક્લાસમાં રિસેષના સમયે ઘટના બની હતી. મેં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાવ્યા હતા પરંતુ માત્ર એક વિદ્યાર્થી આવ્યો હતો. તેમના વાલીઓ આવ્યા હતા. તપાસ કર્યાં બાદ વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે. મે સ્ટાફ અને શિક્ષકોને નોટીસ આપીને ખુલાસો માંગ્યો છે અને જિલ્લા શિક્ષણાધિકારીએ સ્ટાફ અને સુપરવાઇઝરના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.

(8:51 pm IST)