Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ઓળખને છુપાવીને યુવતીને ફસાવી યુવક દ્વારા બળાત્કાર

યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી : હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ છોકરીઓને ફસાવવવાનો કારસો છે : ભાજપ ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો આક્ષેપ

અમદાવાદ,તા. ૨૫ : બનાસકાંઠાના ડીસામાં એક વિધર્મ યુવક દ્વારા પોતાની સાચી ઓળખ છુપાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી યુવતીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. પીડિત યુવતી તરફથી નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. ફેસબુકમાં યુવકે પોતાની સાચી ઓળખ છુપાવી નકલી આઇડી બનાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મામલે ડીસા ઉત્તર પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને પીડિતાને ન્યાય અપાવવાની ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી

               ડીસામાં વિધર્મી યુવકે ઓળખ છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યા બાદ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ નિવેદન આપ્યું હતું કે, વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ છોકરીઓને ફસાવવવાનો કારસો છે. વિધર્મીઓને હિન્દુ છોકરીઓને ફસાવવા ગલ્ફ કન્ટ્રીમાંથી પૈસા મળે છે. છોકરી સાથે મંદિરમાં લઇ જઇ વિધર્મીએ લગ્ન કર્યા, છોકરી સાથે મારઝૂડ કરતા આખરે ફરીયાદ નોંધાઇ છે. વધુમાં તેમણે ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું કે, હિન્દુ સમાજ હવે નહીં જાગે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ હશે. હિન્દુ સમાજને માયકાંગલો ના સમજો પરિણામ ખરાબ આવશે. હિન્દુસ્તાનમાં રહેવું હોય ખાવુ હોય તો વફાદાર થઈને રહેવું પડશે. સરકારે ક્યારેય ધર્મ પરિવર્તનને સ્વીકાર્યું નથી. ધારાસભ્યના નિવેદનને લઇને પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

(7:58 pm IST)