Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

નર્મદામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં નાંદોદના ૧૫ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે

આ ૧૫ શિક્ષકોમાં ગણિત વિજ્ઞાન વિષયના ૪ ખાસ શિક્ષકોનું પણ સન્માન થશે.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં તાલુકા કક્ષાના કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના એક પત્ર દ્વારા જાણવા મળ્યું છે.

  આ વર્ષે નાંદોદ તાલુકાનો તાલુકા કક્ષાનો ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ શ્રી નર્મદા આશ્રમશાળા રાજપરા,નાવરા મુકામે રાખવામાં આવ્યો હોય આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગની સુચના મુજબ નાંદોદ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરાશે. જેમાં તા.૨૬ જાન્યુઆરીએ ૭૧માં પ્રજાસત્તક દિને સન્માન થનાર નાંદોદ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોના નામ સ્મિતાબેન પટેલ,ભવાનભાઇ વસાવા,નિમીષાબેન વસાવા, અનિલભાઇ મકવાણા,હિંમતભાઇ દિયોરા,નમિતાબેન મકવાણા,દિલાવરભાઇ વસાવા,દર્શનાબેન ચૌધરી,અંકિતા કુમારી ગોહિલ,મનીષાબેન પટેલ, વસીમખાન મોગલ,રૂચી બેન ત્રિવેદી,ડિમ્પલબેન સેરશીયા,પ્રશાંતકુમાર ચૌહાણ તથા રીટાબેન ગોહિલનો સમાવેશ થાય છે.

 જાણવા મળ્યા મુજબ જિયોરપાટી પ્રા.શાળામાં ફરજ બજાવતા ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રશાંત ચૌહાણ પોતાનો રવિવારની રજાનો દિવસ પણ બાળકોના ભાવિ માટે બગાડી વધારાના કલાસ લઈ બાળકો માટે સતત ચિંતિત રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

(7:48 pm IST)