Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરત: કતારગામ નજીક વેપારી સાથે 2.59 કરોડનું ગ્રેનું કાપડ ખરીદી ઠગાઈ આચરનાર દલાલના જામીન રદ

સુરત: શહેરમાં કતારગામના નીલકંઠ નીટીંગના ફરિયાદી સંચાલક પાસેથી રૃ.2.59 કરોડની ગ્રે કાપડના જથ્થાની ઉધાર ખરીદી કરી પેમેન્ટ કે માલ પરત નહીં આપી ગુનાઈત ઠગાઈ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

કતારગામ સ્થિત મહાવીર નગર સોસાયટીમાં રહેતા તથા નીલકંઠ નીટીંગના નામે ગ્રે કાપડ નો ઉત્પાદન વેચાણ સાથે સંકળાયેલા ફરિયાદી રવિ કહોદરીયાએ આરોપી કાપડ દલાલ અમિતકુમાર મહેન્દ્ર ધકાણ સહિત 12 થી વધુ વેપારીઓ વિરુધ્ધ મહીધરપુરા પોલીસમાં ગુનાઈત ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. કાપડ દલાલના મેળાપિપણામાં એમ.કે.એન્ટરપ્રાઈઝનંદી ટેક્ષટાઈલરાધે ફેબ્રિક્સ સહિત 12 જેટલી કાપડની પેઢીઓએ ફરિયાદી પાસેથી રૃ.2.67કરોડની કિંમતનો ગ્રે કાપડનો જથ્થો ખરીદયા બાદ અમુક રકમ જ ચૂકવી બાકીની રૃા.2.59 કરોડની રકમ ચૂકવી નહોતી. આ કેસમાં ભાગેડુ જાહેર થયેલા આરોપી કાપડ દલાલ અમિતકુમાર ધકાણની સુરત ક્રાઈમ બ્રાંચે તા8-1-2020ના રોજ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

(4:49 pm IST)