Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વડગામના મગરવાડામાં ક્રૂર શખ્સોએ નીલગાયને બંદૂકના ભડાકે લેતા અરેરાટી મચી જવા પામી

વડગામ: તાલુકાના તીર્થધામ મગરવાડા ગામે વન્ય પ્રાણી નીલગાયોની બંદૂકના ભડાકે હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે ડફેરો દ્વારા ચાર જેટલી નીલ ગાયોની ગોળી મારીને હત્યા કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી છવાઈ છે ત્યારે જીવદયા પ્રેમી ગ્રામજનો દ્વારા નીલગાયોની હત્યા કરનાર તત્વો સામે કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર એસ.પી. અને વન વિભારને રજુઆત કરવામાં આવી છે.

વડગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી પડાવ નાખેલ ડફેરો  દ્વારા નીલ ગાયોનો શિકાર કરવામાં આવી રહ્યો છે. જેમાં મણીભદ્રવીર મહારાજના ધામ મગરવાડા ખાતે પણ છેલ્લા કેટલાક દિવસોથી ડફેરો દ્વારા ગામની સીમમાં ફરતી નીલ ગાયો બંદૂકની ગોળીો વરસાવવામાં આવી રહી છે. જેમાં ચાર જેટલી નીલગાયોની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ  લોકોમાં રોષની લાગણી છવાઈ છે. જોકે તાજેતરમાં એક ખેતર નજીક બંદૂકના ભડાકાનો અવાજ થતા વિપુલજી હીરાજી અને મુકેશજી હીરાજી ઠાકોર નામના બે ખેડૂતો દોડી આવ્યા હતા. જ્યાં એક નીલ ગાયની ગોળી મારીને હત્યા કરાયેલ નીલ ગાયનો મૃતદેહ જોવા મળ્યો હતો અને નીલગાયની હત્યા કર્યા બાદ ડફેરો ફરાર થઈ ગયા હતા. જેને લઈ બે યુવકો દ્વારા નીલગાયના મૃતદેહના ફોટા પાડવામાં આવ્યા હતા. બાદમાં નીલગાયની હત્યાની આ ઘટના અને ઓડિયો ક્લિપ વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ જવા પામી હતી.

(4:48 pm IST)