Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મોડાસાના મેઘરજ રોડ પર મોર્નિંગ વોકથી પરત ફરી રહેલ વીજકર્મીને પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું

મોડાસા: શહેરના મેઘરજ રોડ ઉપર વહેલી સવારે મોર્નીગ ર્વાકથી પરત ફરી રહેલા વીજકર્મીને પુરઝડપે હંકારાતા અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જી દીધો હતો.કારની ટક્કરથી આ ૫૬ વર્ષિય આધેડ નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.જયારે અકસ્માત સર્જી ભાગી છુટેલા કાર ચાલક વિરૃધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ અકસ્માતને પગલે નગરમાં બેફામ હંકારાતા વાહન ચાલકો ઉપર નિયંત્રણ લાદવા ઉગ્ર રોષ ઉઠયો હતો અને ચક્કાજામ સર્જી મેઘરજ માર્ગે ડીવાઈડર અને સ્પીડ બ્રેકરની માંગ કરાઈ હતી.

મોડાસા નગરમાં હાલ કરોડો રૂપિયાના ખર્ચે માર્ગોના વિસ્તૃતીકરણની કામગીરી હાથ ધરાઈ છે.પરંતુ રોડ પહોળા થતાં બેફામ વાહન હંકારતા ચાલકો યમદૂત નીવડી રહયા હોય તેમ જીવલેણ અકસ્માત પણ વધતા ઉભા થયેલા જોખમને લઈ ફફડાટ ફેલાયો છે.નગરના મેઘરજ રોડની ગોપીકુંજ સોસાયટીમાં રહેતા અને માલપુર ખાતેની વીજ કચેરીમાં ફરજ બજાવતા ભેંમાભાઈ જીવાભાઈ ખરાડી નિત્યકર્મ મુજબ શુક્રવારની વહેલી પરોઢે મોર્નીગ ર્વાક માટે નીકળ્યા હતા.નિદ્યારીત સ્થળે પહોંચી પરત ઘરે ફરી રહેલા આ વીજકર્મી.ને પુરઝડપી હંકારાઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં વીજ કર્મી.નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતાં પરીવારજનોમાં આક્રંદ છવાયું હતું.

(4:48 pm IST)