Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમીરગઢ તાલુકામા વિદ્યાર્થીઓને લઈને જતું ટ્રેક્ટર પલ્ટી ખાતા નવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમીરગઢ: તાલુકાના ખાટી ચિત્રાથી ખાપા આધારકાર્ડ અને બેન્ક ખાતા ખોલાવવા માટે જતા વિદ્યાર્થીઓનું ટ્રેકટ્ર પલટી ખાતા નવ  વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી.

અમીરગઢ તાલુકાનું ખાટી ચિત્રા ગામ પર્વતની ઉંચાઈ અને જંગલ વિસ્તારમાં આવેલ હોવાથી આ ગામના લોકોનો રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ઘણા સમયથી ચર્ચિત આ ગામના રસ્તા વિશે તંત્ર દ્વારા  ધ્યાન ના દોરતા આ રસ્તા પર જીવના જોખમે આદિવાસીઓ વિચારી રહ્યા હતા પરંતુ આજે આ કપરા રસ્તાએ વિદ્યાર્થીઓનો ભોગ લેવાનું નક્કી કરેલ હતું. પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી અને નવ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થઈ હતી.

(4:47 pm IST)