Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગાંધીનગર જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરીનું વેચાણ અટકાવવા પોલીસદ્વારા દોડધામ હાથ ધરવામાં આવી: કડજોદરા નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે દહેગામના કડજોદરા પાસે એલસીબી-ર ની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો અને બુટલેગર નાળીયામાં કાર મુકીને નાસી છુટયો હતો. પોલીસે કારમાંથી પ૭૫ નંગ દારૂની બોટલ, ૩૩૫ બિયરના ટીન કબ્જે કર્યા હતા. કુલ છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતાં આ દારૂને પકડવા માટે પોલીસ દ્વારા સતત દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ના પીએસઆઈ પી.ડી. વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાયડ તરફથી એક કાર નં.જીજે-૦૧-કેઆર-૭૩૯૯ શંકાસ્પદ હાલતમાં જણાતાં તેનો પીછો કર્યો હતો અને આ કારનો ચાલક પોલીસને જોઈ ગભરાયો હતો અને કડજોદરા તરફ તેણે કાર હંકારી દીધી હતી.

(4:46 pm IST)