Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ઈસુઝુનું નવું મોડલ મર્યાદીત સ્ટોકમાં

અમદાવાદઃ MV-X માટે ખૂબજ પ્રોત્સાહક પ્રતિસાદના પગલે ઈસુઝુ મોટર્સ ઈન્ડિયાએ MV-V BSIV મોડલ્સનાં વાહનોનાં મર્યાદિત સ્ટોક માટે પણ વોરન્ટી એકસટેન્શન પેકેજ ઓફર કર્યું છે. કંપનીએ એસયુવી ખરીદનારા ગ્રાહકોને વિનંતી કરી છે કે મર્યાદિત સ્ટોક ખતમ વેચાઈ જાય તે પૂર્વે અસાધારણ ઓફરનો લાભ લઈ લો કારણ કે નિયમ અનુસાર BSIV મોડલ્સ હવે તા.૩૧ માર્ચ ૨૦૨૦ સુધી જ ખરીદી કે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઈસુઝુ MV-X પાવર ટ્રેઈન ઉપર ૩ વર્ષ / ૫૦ હજાર કીલો મીટર (જે વહેતુ આવે તે અનુસાર)ની લંબાયેલી વોરન્ટી sequre કોમ્પીહેન્સિવ વોરન્ટીનું પેકેજ કે જેમાં ૧,૫૦,૦૦૦ કીલોમીટર અથવા ૫ વર્ષની કોમ્પ્રિહેન્સિવ અને પાંચ વર્ષની ફ્રી પિરિપોડિક મેઈન ટેનન્સ (બે માંથી જે વહેલુ આવે  તે) ઉપરાંત ઓફર કરાશે.

ઈસુઝુ મોર્ટસ ઈન્ડિયા એસયુવીને વાસત્વમાં શ્રેષ્ઠતા પૂરી પાડવા માટે અને MV-X ઉપર અસાધારણ વોરન્ટી ઓફર તેના ગ્રાહકોને વેલ્યુ એડિશન સાથેની સર્વિસ પુરી પાડવા  કટીબધ્ધ ઈસુઝુ MV-X ઉપર ''sequre'' પેકેજ વર્ષ ૨૦૧૮માં લોન્ચ કરાયું હતું અને તેના દ્વારા ઈસુઝુના ગ્રાહકોને સફળ વેલ્યું પુરી પાડવામાં આવી રહી છે. કંપનીએ ગ્રાહકોને સંપૂર્ણપણે માનસિક શાંતિ સંપૂર્ણ વિશ્વાસ અને  ઉત્પાદનનાં ટકાઉપણાનો વિશ્વાસ જગાવવામાં અસાધારણ સફળતા મેળવી છે.

(3:58 pm IST)