Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કલર્સ દ્વારા બજાજ ઈલેકટ્રીકલ્સનું ત્રીજુ ઓડીશનઃ માર્ચમાં અમદાવાદમાં

અમદાવાદઃ કલર્સ દ્વારા આયોજિત બજાજ ઈલેકિટ્રકલ્સની ત્રીજી એડિશન પિંકાથોન અમદાવાદ ૨૦૨૦ અમદાવાદ ખાતે યોજાવાની જાહેરાત સુપર મોડલ, એકટર, અલ્ટ્રામેન અનેમ પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને કરી છે. અમદાવાદમાં હયાત રેજેન્સી ખાતે યોજાયેલી પ્રેસ ફોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે મિલિંદ સોમન યજમાની કરવાના છે. હયાત ઈન્ડિયા પિંકાથોન ૨૦૨૦ની હોસ્પિટાલિટી પાર્ટનર છે. દેશના પાંચ શહેરોમાં આ જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ૫૨ મી પિંકાથોન ૧ માર્ચના રવિવારે અમદાવાદ સ્થિત સાબરમતી રિવર ફન્ટમાં આવેલા વલ્લભ સદન ખાતે યોજાશે.

પિંકાથોન દેશની મહિલાઓને દોડવા માટે ઉત્સાહિત કરે છે અને મહિલાઓમાં આરોગ્ય અને ફિટનેસ અંગે જાગૃતિ લાવે છે. બ્રેસ્ટ કેન્સર સહિત મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવે છે. છેલ્લા આઠ વર્ષથી વિભિન્ન શહેરોમાંથી ૨,૭૫,૦૦૦ મહિલાઓ ભાગ લઈ ચુકી છે. મલ્ટી કેટેગરી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. બજાજ ઈલેકટ્રીકલ્સનાં એકિઝકયુટિવ ડિરેકટર અનુજ પોદારે જણાવ્યું કે અમને ખુશી છે કે પિંકાથોન સાથે અમે સતત બીજા વર્ષે પણ ટાઈટલ સ્પોન્સર જોડાયા હોવાનું જણાવાયું છે.

(3:57 pm IST)