Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં બે દિવસ પહેલા તૈયાર થયેલી પાણીની ટાંકીમાં ફુવારાની જેમ પાણી લીકેજ : તપાસના આદેશ

મેયર બિજલ પટેલના હસ્તે ગત 21મીએ પાણીની ટાંકી લોકાર્પણ કારયુ હતું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બલિહારી કે ભ્રષ્ટ નીતિનો નમૂનો કહેવાય તેમ બે દિવસ પહેલા તૈયાર થયેલી પાણીની ટાંકી લીક થઇ. અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડમાં આવેલ હાંસોલ વિસ્તારમાં તૈયાર થયેલી ટાંકીમાંતી ફુવારની જેમ પાણી લીક થતા સ્થાનિકોએ એએમસીને ફરિયાદ કરી છે.

  અમદાવાદના હાંસોલના ઇસ્કોન વિલા પાસે પાણીની ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરાયુ હતું.. મેયર બિજલ પટેલના હસ્તે ગત 21મીએ પાણીની ટાંકી લોકાર્પણ કારયુ હુતં.. પછી આ પાણીની ટાંકીમાં બે દિવસ બાદ પાણી લીક થવા લાગ્યુ હતું. સવાર પીક અવર્સમાં તો આ પાણીની ટાંકીનું પાણી ફુવારા સાથે આસપાસના ફ્લેટ ઉડતુ હતું.. તેવી ફરિયાદો સ્થાનિકો દ્વારા ઉઠવા પામી હતી

  .20 કરોડના ખર્યે તૈયાર થયેલ પાણીની ટાંકી બે દિવસમાં જ લીક થતા એએમસીની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.. આ અંગે એએમસીના અધિકારી સાથે ફોન પર વાતચિતમાં જણાવ્યુ હતું,, કે ટાંકીમાં લીકેજ પર તપાસ કરાઇ છે. તેમજ કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે.. ટાંકી સાથે નેટવર્ક અને કનેક્શન આપવાની કામગીરી હજુ બાકી છે. દરમ્યાનમાં ટેસ્ટીંગ માટે પાણી ભરાતા ત્રણેક જગ્યાએ લીકેજ જોવા મળ્યુ છે.

(2:37 pm IST)