Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરત : કિશોરીના અપહરણના ૧૭ દિન બાદ ભાળ મળી નહીં

નારાજ લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો : પરિવારના લોકો સહિત સેંકડો લોકો પોલીસમથકે ઉમટયા વિવાદ વકરતાં પોલીસે પગલા લેવાની હૈયાધારણ આપી

અમદાવાદ,તા. ૨૫ : સુરતના વરાછા વિસ્તારની કિશોરીનું ૧૭ દિવસ પહેલાં યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી. જોકે, હજુ સુધી કિશોરી મળી નથી અને પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે પરિવાર અને સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા કિશોરીના પરિવારને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને યોગ્ય હૈયાધારણ અપાઇ હતી. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એલ એચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત તા.૮મી જાન્યુઆરીના રોજ ૧૪ વર્ષ અને માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

                જોકે, કિશોરી હજુ સુધી મળી આવતા કિશોરીના પિતાએ પોલીસ તપાસ યોગ્ય રીતે થતી હોવાના અસંતોષ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા દીકરીને ઉપાડી ગયો તે દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં તે તપાસમાં કબ્જે લીધેલા છે. પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી. તમામના નિવેદનો લેવામાં આવેછે. આરોપી અમારી દીકરીને લઈને તેના વતનમાં નાસી ગયો હોય તે અંગે અમે આશંકા દર્શાવી હોય ત્યાં પણ તપાસ કરી નિવેદનો લેવાય છે. અમને રાજકીય દબાણમાં યોગ્ય તપાસ થતી હોવાની આશંકાથી કમિશનર કચેરીએ આવેદનપત્ર આપીને અમારી દીકરી નાબાલિક હોઇ ઝડપથી અમને પરત અપાવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

                દરમ્યાન સ્થાનિક એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, વરાછા પોલીસમાં આરોપી કમલેશ ભાલીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સુરતમાં ધનશ્યામ નગરમાં મિત્રો સાથે રહેતો હતો. સૌપ્રથમ પોલીસે સુરતના સરનામા પર સ્થળ તપાસ કરી હતી. જ્યાં તે મળી આવતા વતન બાબતે તપાસ કરતા ગીર ગઢડા તાલુકા જરખલી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. વરાછા પોલીસે ટીમ મોકલી વતનમાં તપાસ કરાવી હતી. જો કે, ત્યાં પણ તે મળી આવ્યો હતો. હાલ પણ પોલીસની ટીમ તમામ સંભવિત સ્થાનો પર તપાસ કરી રહી છે.

(8:54 pm IST)