Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આણંદના વિશ્વવિખ્યાત રોકડીયા હનુમાનજી મંદિરના નૂતન મંદિરનું ઉદઘાટન કરાયું : શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું માનનીય ઉદબોધન

આણંદ : જેનુ સ્મરણ કરવાથી ભક્તજનોના કામ રોકડા થઈ જાય છે તેવા આણંદના વિશ્વવિખ્યાત રોકડીયા હનુમાનજી મંદિરના નૂતન મંદિરનું ઉદઘાટન દિવ્ય દિવ્ય વાતાવરણ માં હનુમાનજી મહારાજ ના જય ઘોષ સાથે થયું છે રાજસ્થાની બંસી પહાડ પથ્થરમાંથી બેનમુન કલાકૃતિ સાથેનું ગગનચુંબી શિખર અને સોના-ચાંદીના મઢેલા પ્રવેશદ્વારો સાથેનું આ અદ્વિતીય મંદિરના ઉદઘાટન મહોત્સવમાં બોલતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કહ્યું કે મહાપ્રતાપી હનુમાન જી , શ્રી સ્વામિનારાયણ ભગવાન જે કુળમાં જન્મ્યા ,તે ધર્મ કુળ ના ઇષ્ટદેવ છે અને ભક્તોનાં સંકટો તુરત જ દૂર કરે છે.શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મનિષ્ઠ અને વચન પ્રસિદ્ધ સંત સદગુરુ ધ્યાની સ્વામીજીનું ભાવ સ્મરણ કરતા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે કહ્યું , ધ્યાની સ્વામી નો પ્રભાવ એવો હતો કે તેમના હરિભક્તોની ખુમારી ,તેજ અને સત્સંગ નિષ્ઠા ,  કોઈપણ ખૂણામાં હોય, ઉડીને આંખે વળગે તેવી છે .પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ કહ્યું કે અમોને પૂજ્ય ધ્યાની સ્વામી વડતાલ દેશ માં આવ્યા ત્યારથી તેમના પ્રત્યે આદરભાવ અને લગાવ થયો તે આજ દિન સુધી અકબંધ છે. રોકડીયા હનુમાનજી મંદિરના કોઠારી અને શ્રી  રામાયણ પંચાન્હ પારાયણ વક્તા તથા સમગ્ર ઉત્સવ ના આયોજક સદગુરુ શાસ્ત્રી શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામીએ તેમના મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભક્તિ શ્રદ્ધા અને સદભાવના ગુણોને જીવનમાં વધારે દૃઢ કરી શ્રીરામ ભગવાન જેવી  મર્યાદા તથા શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલી આજ્ઞા નું પાલન કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો. પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામીએ કહ્યું કે ગુરુવર્ય સદગુરુ પૂજ્ય ધ્યાની સ્વામી ની દિવ્ય ઉપસ્થિતિ અને તેની અનુભૂતિ આ દિવ્ય મહોત્સવમાં સહુ કોઇને થઇ રહી છે.કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે સંત આજ્ઞા પાળવી શાસ્ત્રોની આજ્ઞા છે એટલા માટે આ ઉત્સવમાં દર્શન કરવા આવ્યો છું કુપોષણથી પીડાતાં બાળકો ના ઉપચાર માટે સરકારી યોજનામાં સંતોના આશીર્વાદ અને મંદિરનો પ્રસાદ મળે તો સમર્થ ભારતના સમર્થ અને સશક્ત નાગરિકોનું નિર્માણ થઈ શકે.

ઉદ્ઘાટન પ્રસંગે ધામો ધામ થીપધારેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ મૂર્ધન્ય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન સંતો મંડળના પૂજ્ય શાસ્ત્રી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના મુખ્ય કોઠારી પૂજ્ય શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ દાસજી સ્વામી ,ધોલેરાના પૂજ્ય રામ સ્વામી ગઢડા ટેમ્પલ બોર્ડના કોઠારી પૂજ્ય,ધોરાજીના પૂજ્ય મોહન સ્વામી ,અથાણાવાળા પૂજ્ય સ્વામી વિષ્ણુ સ્વામી તથા સરધારના વિદ્વાન શાસ્ત્રી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી તથા અન્ય વિશાળ સંખ્યામાં સંતો એ તેમના આશીર્વાદ માં હનુમાનજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ દિવ્ય કલ્યાણકારી  પ્રસંગોનું વર્ણન કર્યું હતું અને પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી ને ભાવપૂર્વક યાદ કરી તેમની તેમનું નિર્માનીપણું નિસ્પૃહી પણું વચન સિદ્ધિ , નિર્લોભી પણું અને ભક્તો પ્રત્યે ની દયા અને કૃપા જેવા અદભુત દિવ્ય ગુણોને યાદ કર્યા હતા.

દરમિયાન ઉદ્ઘાટન પ્રસંગે આણંદ નગરના રાજમાર્ગો ઉપરથી દોઢ કિલોમીટર લાંબી  વિશાળ શોભાયાત્રા નીકળી હતી આણંદમાં જે સ્થળે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે નગરની પ્રજા એ અપમાન કર્યું હતું તે સ્થળ ઊંડી શેરી ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ઉપર 201 કિલો ગુલાબની પાંદડીનો અભિષેક પૂજ્ય સંતો દ્વારા થયો હતો.આ ઉપરાંત જે સ્થળે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું હતું તે પ્રસાદીના કુવા ઉપર ભગવાનનું કેસર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મહિલા ભક્તો દ્વારા મહિલા મંચ  નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તવ્યો ઉપરાંત બહેનો દ્વારા ભગવાનના દિવ્ય પ્રસંગોને આવરી લેતા નાટકનું પ્રદર્શન થયું હતું

પાંચ દિવસીય ઉત્સવ ના સૌથી મોટા આકર્ષણરૂપ એવા મહાબલી હનુમાન ગૌરવગાથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માં હજારોની સંખ્યામાં ભક્તોએ લેટેસ્ટ સોને હજારોની સંખ્યામાં ભક્તોએ નિહાળ્યો હતો વિશ્વમાં સૌપ્રથમ વાર હનુમાનજીના જન્મથી લઇ અને અનેક પ્રસંગો તથા શ્રી સ્વામિનારાયણ ભગવાન આનંદ પધાર્યા અને  રોકડીયા હનુમાનજી ની દેવની સ્થાપના કરી  તે પ્રસંગોને આવરી લેતો લાઇટ એન્ડ સાઉન્ડ ટુ ડી એનિમેશન , વી .એફ. એક્સ . ટેકનોલોજીની મદદથી પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભા ના 160 છાત્રો દ્વારા ભવ્ય દિવ્ય અને અદભુત મલ્ટીમીડિયા શો નું આયોજન થયું હતું જેનું અનેક ટીવી ન્યુઝ ચેનલોએ લાઇવ પ્રસારણ કર્યું હતું આણંદ તથા આસપાસના વિસ્તારોમાંથી અંદાજે એક લાખ કરતા વધારે ભાવિકોએ લાઇટ એન્ડ સાઉન્ડ શો હિમાલય પ્રદર્શન તથા શ્રી હનુમાનજી ચરીત્ર, શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહેલા હનુમાનજી ના વિવિધ પ્રસંગો ઉપર નું હાલતા ચાલતા બોલતા પૂતળાનું પ્રદર્શન નિહાળ્યું હતું.લાઇટ એન્ડ સાઉન્ડ શો માં કડકડતી ઠંડી વચ્ચે ખુલ્લા મેદાનમાં ઊભા કરાયેલા સ્ટેજ ઉપર ભગવાન નીલકંઠવર્ણી તથા અન્ય દેવો ના પાત્ર ભજવતા વિદ્યાર્થીઓ માત્ર પોતડી પહેરીને ખૂબ ઠંડી હોવા છતાંય અદભુત આકર્ષક અને કયારેય ન અનુભવ્યો હોય તેવો અભિનય રજૂ કર્યો હતો.શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભા નાબછાત્રોને આશીર્વચન આપતા રોકડિયા મંદિરના કોઠારી અને કણભા ગુરુકુળ ના મેનેજીંગ ટ્રસ્ટી ગુજરાત ગુરુ શાસ્ત્રીએ કહ્યું છાત્રોની મહેનત ખરેખર ધન્યવાદને પાત્ર છે માત્ર 10 દિવસની પ્રેક્ટીસ માં એટલી જબરદસ્ત અભિનય ક્ષમતાનું પ્રદર્શન કરવું એ ભગવાનની કૃપા અને ગુરુદેવ ધ્યાની સ્વામી ના દિવ્ય આશીર્વાદ વગર શક્ય જ નથી. કણભાના કણભા ગુરુકુળ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ લાઇટ એન્ડ સાઉન્ડ  શો કાર્યક્રમમાં અનેક પ્રકારની સેવા આપી સમગ્ર કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી. પાંચ દિવસ ના ઉત્સવ દરમિયાન નાત જાત ધર્મ કે કોમ ના ભેદભાવ વગર એક લાખ કરતા વધારે ભાવિકોએ  દિવ્ય પ્રસાદ ભોજન ગ્રહણ કર્યો હતો...

આ પાંચ  ઉત્સવ દરમિયાન જનસેવાના અનેક કાર્યો થયા છે રક્તદાન કેમ્પમાં ૧૦૦ ભક્તોએ પોતાનું રક્તદાન કર્યું હતું જ્યારે સર્વરોગ નિદાન કેમ્પમાં અમદાવાદના ૩૦ જેટલા ખ્યાતનામ  ડોક્ટરો દ્વારા 550 જેટલા દરદી ઓ ને   હૃદય રોગ કાન નાક ગળા આંખ હાડકા સ્ત્રીરોગ બાળ રોગ ચામડીના રોગ દાંત તેમ જ મગજ ના રોગો  નું  નિદાન કરી અને તેમને વિનામૂલ્યે દવાઓ આપી હતી.રોકડીયા હનુમાનજી મંદિર ઉદ્ઘાટન તથા શતાબ્દી મહોત્સવ અને શ્રીરામ પંચાયત પારાયણની આજે પૂર્ણાહૂતિ થશે. તેવું ટ્રસ્ટી શ્રી હરિકૃષ્ણદાસ પટેલના અહેવાલ દ્વારા શ્રી સનાતન દાસની યાદી જણાવે છે.

(2:05 pm IST)