Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાષ્ટ્રીય નમૂના મોજણી સર્વેક્ષણનું કામ શરૂ થશે

અર્થશાસ્ત્ર દ્વારા મોજણી કરાશે

અમદાવાદ,તા.૨૪ : કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી સર્વેક્ષણના ૭૮માં આવર્તનની કામગીરી જાન્યુઆરી-૨૦૨૦ થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન કરવામાં આવશે. 'ઘરેલું પર્યટન ખર્ચ તથા બહુવિધ નિર્દેશકોની મોજણી' વિષય અંતર્ગત સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. આ રાષ્ટ્રીય નમૂના મોજણી સર્વેક્ષણના ૭૮માં આવર્તનની કામગીરી રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી દ્વારા કરવામાં આવશે. આ કચેરીના કર્મચારીઓ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પસંદ કરાયેલ ગામ-શહેરના વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે તથા ઘેર ઘેર જઇ નિયત પત્રકમાં વિગતવાર માહિતી મેળવવામાં આવશે. આ સર્વેક્ષણની કામગીરી દરમિયાન પ્રાપ્ત થયેલ માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર માટે તથા યોજનાકીય બાબતો માટે કરવામાં આવશે. આ કામગીરી માટે તમામ નાગરિકોએ તેમના ઘરની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના  પ્રતિનિધિઓને પૂરતો સહકાર આપવા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

(9:54 pm IST)