Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વિરમગામના વોર્ડ-8ના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક અને આરસીસી રોડનુ ખાતમૂહુર્ત કરાયું

પુર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, સ્થાનિક કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના વોર્ડ નંબર - ૮ માં વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક અને આરસીસી રોડનુ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, નિલેશભાઇ ચૌહાણ, દિપાબેન ઠક્કર સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

   વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા મંજુર થયેલા અંદાજિત મધુસુદન -1 થી મધુસુદન -2 ,રસ્તા ની બંને બાજુ પેવર બ્લોક નું કામ, અંબિકાનગર સોસાયટી માં અશોકભાઈ ના ઘર થી ગોવિંદભાઇ ના ઘર સુધી આર.સી.સી નું કામ, કન્સ્ટ્રક્શન ઑફ વિંગ વોલ ,ચિરાગ હાઉસિંગ , સ્વામિનારાયણ મંદિર અને ભાગ્યોદય હોસ્પિટલ વચ્ચે રસ્તા પર પેવરબ્લોક સહીતના વિકાસના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.

(8:38 pm IST)