Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલ હોટલ બે શખ્સોને બરોબર વેચી માલિકે 52.50 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર: શહેર નજીક  ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર આવેલી હોટલ તેના માલિકે વેચવા કાઢી હતી અને આ હોટલ અમદાવાદના શખ્સે લેવાનું નક્કી કરતાં અલગ અલગ તબક્કે પર.પ૦ લાખ ચુકવી દીધા હતા અને કબજા વગરનો રજીસ્ટર બાનાખત પણ કરી આપ્યો હતો. જો કે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ હોટલ માલિકે પ૦ લાખ રૂપિયામાં અન્ય કોઈ વ્યક્તિને આ હોટલ વેચી દીધી છે. જેની આ મામલે તેમણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરોડામાં નારાયણનગર સોસાયટી ખાતે રહેતા ભવાનભાન સુરાભાઈ ભરવાડ રણાસણ સર્કલ પાસે હોટલ ચલાવે છે. ગત સપ્ટેમ્બર ર૦૧૮માં તેમની હોટલમાં અવારનવાર આવતાં સાંકાભાઈ જગમાલભાઈ રબારીએ તેમને કહયું હતું કે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર એક હોટલ વેચવાની છે જેથી ભવાનભાઈ અને સાંકાભાઈ આ હોટલ જોવા માટે ગયા હતા. ચંદ્રાલા ગામની સીમમાં આવેલી હોટલ શિવશક્તિના માલિક ચંદ્રાલા ગામમાં જ રહેતાં જયંતીભાઈ પુંજીરામ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. 

(5:17 pm IST)