Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આણંદ એસઓજીએ રાત્રીના સુમારે ધર્મજ ચોકડી નજીકથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

આણંદ: શહેરમાં એસઓજી પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે પેટલાદ તાલુકાની ધર્મજ ચોકડી નજીક ગુપ્ત વોચ ગોઠવીને ૧૦ કિલો ઉપરાંતના નશીલા ગાંજાના જથ્થા સાથે ભાવનગરના બે શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે બંને શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના બોરસદથી ધર્મજ ચોકડી થઈ તારાપુર તરફ જવાના માર્ગ ઉપરથી એક કારમાં નશીલા પદાર્થ ભરીને બે શખ્શો પસાર થવાના હોવાની ગુપ્ત  બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ એસઓજી પોલીસના જવાનો ગઈકાલ રાત્રિના સુમારે ધર્મજ ચોકડી ખાતે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક સિલ્વર કલરની અલ્ટો કાર બોરસદ તરફથી આવી ચઢતા  પોલીસે શંકાને આધારે તેને અટકાવી હતી. 

(5:15 pm IST)