Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગળતેશ્વર તાલુકાના ડાભસર શેઢી નજીક પુલના છેડા પર ગાબડું પડતા અકસ્માતનું જોખમ સર્જાયું

નડિયાદ:ગળતેશ્વર તાલુકાના ડાભસર મુખ્ય કેનાલમાંથી શેઢી  શાખા નહેર પાસે ગાબડુ પડયુ છે.ડાભસર ગામથી આવતા પુલના  છેડે પડેલ ગાબડુ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેમ છે.તંત્ર વહેલી તકે જોખમી ખાડો પુરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

શેઢી શાખા મુખ્ય નહેરની ડાભસર ગામથી આવતા જમણી બાજુએ આવેલ પુલની અડીને એક ગાબડુ પડયુ છે.આશરે પાંચ ફુટનુ આ ગાબડુ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.ડાભસરના ખેડુતો એક માત્ર શેઢી શાખા નહેરના રસ્તે થી રાત દિવસ ખેત ઓજારો લઇને પસાર થાય છે.પુલ પાસે માટીનુ ધોવાણ થતા આ ગાબડુ પડયુ છે.આ સ્થાનિક ખેડુતોએ જણાવ્યુ હતુ કે આ ગાબડુ પુરવામાં ન આવે તો આવનાર દિવસોમાં કેનાલ અને કોઇ મોટો અકસ્માત સર્જાવાની શકયતા છે.જો અકસ્માત સર્જાય તો વહેતી કેનાલમાં જોખમી રૂપ સાબિત થઇ શકે છે.

(5:14 pm IST)