Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આણંદ નજીક બેકાબુ બનેલ ટ્રેકટર ચાલકે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું

આણંદ: પાસેના હાડગુડ-વાલ્મી રોડ ઉપર આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક ટ્રેક્ટરના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટ્રેક્ટરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના વડોદ ગામે પંચાલ ફળીયામાં રહેતા અલ્પેશકુમાર અમરતભાઈ પંચાલ આજે બપોરના સુમારે વડોદ ખાતેથી મોટરસાયકલ લઈને કામકાજ અર્થે આણંદ આવવા નીકળ્યા હતા. દરમ્યાન બપોરના ૧૨:૦૦ કલાકની આસપાસના સુમારે તેઓની મોટરસાયકલ આણંદ પાસેના હાડગુડ-વાલ્મી રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અજાણ્યા ટ્રેક્ટરચાલકે મોટરસાયકલને ટક્કર મારતા અલ્પેશભાઈ પંચાલ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. 

(5:14 pm IST)