Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં 17 વર્ષીય કિશોરીને ફરવા માટે બોલાવી ભાભીએ જબરદસ્તી દેહવ્યવસાયના ધંધામાં ધકેલી દેતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ:ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને  ભાભીએ ફરવા માટે બોલાવીને પોતાના સોલા વિસ્તારમાં આવેલા  બ્યુટી પાલરમાં લઈ જઈને જબરજસ્તીથી દેહવ્યવસાયમાં ધકેલી દીધી હતી. ગ્રાહકોના ત્રાસથી કંટાળીને કિશોરીએ પોલીસમાં ફરિયાદ કરશે એમ કહેતા ભાભીએ પોલીસ સે કોન ડરતા હે પોલીસવાલે તો મેરે ગુલામ હે કહીને ચુપ કરી દીધી હતી. જોકે કિશોરી નજર ચુકવી અહીંથી બાગી ગઈ હતી અને સંબંધીઓને જાણ કરીને સોલા પોલીસ સ્ટેશનમાં ભાઈ અને ભાભી વિરૃધ્ધ ગુનો નોંધાવ્યો છે.

આ બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ૧૭ વર્ષની આ ક્શોરી તેના બે ભાઈ અને માતા સાથે રહે છે. તેના પિતાનું પાંચેક વર્ષ પહેલા અવસાન થયુંહતું. આર્થિક સ્થિતી સારી ન હોવાથી કિશોરીએ ધો.૮ પછી અભ્યાસ છોડી દીધો હતો. વટવામાં રહેતા તેના ફોઈના દિકરાની પુત્રવધુ અવારનવાર અમદાવાદ ફરવા બોલાવતી હોવાથી ડિસેમ્બર ૨૦૧૯માં કિશોરી ઉત્તરપ્રદેશ આવેલા તેના ભાઈ સાથે અમદાવાદ આવી હતી. ભાઈ સાથે વટવા આવ્યા બાદ તેની પત્નીએ તેની સાથે બ્યુટીપાર્લરનું કામ કરવા જણાવ્યું હતું. બાદમાં તે કિશોરીને લઈને ડ્રીમ રાઈઝ, હેતાર્થ પાર્ટી પ્લોટ પાસેના બ્યુટીપાર્લરમાં લઈ ગઈ હતી. કિશોરીને તે એક રૃમમાં લઈ ગઈ હતી જ્યાં પહેલેથી હાજર યુવક હાજર હતો.કિશોરીને સંકા જતા તેણે પોલીસ કેસ કર દુંગી એમ કહેતા ભાભીએ ધમકી આપતા કહ્યું કે જાઓ પોલીસમે જાકે લીખા દો પોલીસવાલે તો મેરે ગુલામ હ.ે બાદમાં ભાભી રૃમ બંધ કરીને ચાલી ગઈ હતી. જ્યારે યુવકે તેની સાથે જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હતું.

(5:10 pm IST)