Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આબુ રોડ પર વાસડા ગામે હડકાયા કુતરાના આતંકનો ભોગ બે બાળકો બન્યા: ગંભીર ઈજા

ઘરની ઓસરીમાં સૂતા 4 વર્ષના બાળક ઉપર હુમલો: બાળકને 40 ટાંકા આવ્યા

બનાસકાંઠા :બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડના વાસડા ગામે આજે વિચિત્ર બનાવ બન્યો હતો. વાસડા ગામે હડકાયા કુતરાના આતંકનો ભાગ બે બાળકો બન્યા હતા. બે દિવસમાં હડકાયા કૂતરાએ બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. સાથે જ હડકાયા કુતરાએ ઘરની ઓસરીમાં સૂતા 4 વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં બાળકને 40 ટાંકા આવ્યા હતા. હાલ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. તો રોષે ભરાયેલા ગામલોકોએ હડકાયા કૂતરાને દોડાવી દોડાવીને મારી નાંખ્યો હતો.

(4:05 pm IST)