Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મહેસાણા બાયપાસ હાઇવે પર ખારી નદીનો બ્રિજ બેહી ગયો : વાહન વ્યવહાર બંધ કરાયો

બહુચરાજી ધારાસભ્યએ ભ્રષ્ટચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો

મહેસાણા બાયપાસ હાઇવે પર ખારી નદીનો બ્રિજ બેન્ડ થયો છે. બાય પાસ હાઇવે ઉપર બનાવેલો બ્રિજ બેન્ડ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 6 વર્ષ પહેલાં બનેલો બ્રિજ બેન્ડ થઈ જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. ભારે વાહનોના કારણે બ્રિજ બેન્ડ થયો હોવાનું આર એન્ડ બી દ્વારા હાલમાં કારણ આપવામાં આવ્યું છે.

 બીજી તરફ બહુચરાજી ધારાસભ્યએ ભ્રષ્ટચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ તરફ બ્રિજ તૂટવાના લીધે આર.એન.બીના અધિકારીઓ સહિત તંત્ર હરકતમાં આવ્યું છે. અને તાત્કાલિક પુલ નીચેથી ડાયવર્જન વાહન ચાલકોને મળે તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રએ પાંચ જે.સી.બી મશીન સહિત એક હિતચી મશીન કામે લગાડી તાત્કાલિક ધોરણે કામકાજ શરૂ કર્યું છે.

(1:36 pm IST)