Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગુજરાત મેં આજકાલ કયા ચલ રહા હૈ? અરે... જોરશોરથી વેવાઇ-વેવાણના જોકસ

ક્રિએટીવીટીમાં ગુજરાતની પ્રજાને કોઇ ન પહોંચે

અમદાવાદ, તા.૨૪: હાલમાં જો તમે કોઈને એવું પૂછો કે, ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? તો બધા લોકો પાસેથી એક જ જવાબ મળશે કે, ભાઈ અહીંયા ફોગ નહીં, પણ વેવાઈ વેવાણના લફરા ચાલે છે. કારણ કે જયારથી નવસારીની વેવાણને લઈને કતારગામનો વેવાઈ ફરાર થયો ત્યાર બાદ બે દિવસથી સતત સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલી રહી છે. માર્કેટમાં એક જ ટોપિક પર સૌ કોઈ બે મોઢે વાત કરી રહ્યા છે.

ગામના પાદરમાં બીડી પીતા ડોસા હોય કે પછી ખેતરે ખેતી કામ કરતી મહિલાઓ હોય. દરેકના મોઢે આ વેવાઈ-વેવાણ જ છે. શહેરમાં પણ લારીએ શાકભાજી લેતી મહિલા હોય કે કારખાનામાં કામ કરતો પૂરુષ હોય. નોકરી કરતો નોકરિયાત હોય કે ગલ્લે સિગારેટ ફૂંકતા યુવાનો હોય. પાણીપુરી ખાતી પાપાની પિન્કી હોય કે પછી કોલેજમાં લેકચર બન્ક કરીને ફોનમા દ્યૂકા મારતી છોકરીઓને લઈ લો, દરેકને એક જ વાતમાં રસ છે.

આમ પણ કહેવાય છે કે, ગુજરાતની પ્રજા ક્રિએટીવિટીમાં કોઈને પહોંચવા ન દે. જયારે પણ કોઈ ઘટના બને ત્યારે જોકસ બને બને અને બને જ. તો આ વખતે કયાં લોકો સુઈ ગયા છે કે જોકસ ન બને. આ વખતે પણ હોંશિયાર લોકોએ નવા નવા જોકસ બનાવ્યા છે. લો તમે પણ વાંચીને બે ઘડી હસી લો...

૧) હવેથી લગ્નમાં ૮મુ વચન એ હશે કે, અમે વેવાઈ – વેવાણ એકબીજાને ભાઈ બહેન કહીને બોલાવીશુ

૨) પતિઃ કેમ દ્યુંદ્યટ કેમ તાણ્યો છે..?

પત્નીઃ હમણાં વેવાઈ આવવાના છે ને એટલે.

પતિઃ સરખો તાણી લે, નહીંતર હું કયાં જઈશ

૩) બાપાઃ દીકરા, કાલે છોકરી જોવા જવાનુ છે.

દીકરોઃ સારુ, પણ બાપા હું એકલો જોઈ આવીશ. તમે ના આવતા.

૪) દેવીયો ઓર સજ્જનો કોન બનેગા પતિમાં આપકા સ્વાગત હૈ. એક કરોડનો સવાલ આ રહ્યો.

વેવાઇને વેવાણ બેય ભાગી જાય તો, છોકરા છોકરી બન્ને નો સંબંધ શું થાય ?

૫) ઓલા બેય ભાગી ગ્યા પછી છોકરીના મમ્મી અને છોકરાના બાપાએ ગોઠવી લિધુ. તો લગ્ન થવાના એ છોકરો-છોકરી ભાઇ-બહેન કેવાય કે પતી-પત્ની? છોકરાએ એના બાપાને સસરો કેવો કે બાપો? છોકરીએ એના મમ્મીને સાસુ કેવા કે મમ્મી ? દિકરા-દિકરીને ત્યાં સંતાન થાય તો, બા-દાદા કેવા કે નાના-નાની ? બીજુ બધુ તો ઠીક વેવાઇ-વેવાણને છોકરૂ થાય તો ભાઇ કેવો કે સાળો?

(1:13 pm IST)