Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

નવી પેઢીએ સુભાષચંદ્ર બોઝમાંથી પ્રેરણા લેવી જોઇએઃ નીતિન પટેલ

'સીમા તિરંગા' યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યમંત્રી

અમદાવાદ ખાતે સીમાજન કલ્યાણ સમિતિ આયોજીત સીમા તિરંગા યાત્રાને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે -પ્રસ્થાન કરાવેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર,તા.૨૪: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના અવસરે સીમાજન કલ્યાણ સમિતિ, ગુજરાત દ્વારા આયોજીત શ્નસીમા તિંરગાલૃયાત્રાને ગુજરાત યુનિવર્સિટીથી પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, આજની યુવા પેઢીએ સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યકિતત્વમાંથી પ્રેરણા લેવી જોઇએ.

તેમણે કહ્યું કે, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ભારે શકિતશાળી બનાવી હતી અને આ ફોજને આધુનિક યુદ્ઘ માટે તૈયાર કરવા જન, ધન અને સંસાધન એકઠા કર્યા હતા. આજની યુવા પેઢીએ પણ ભારતના સાચા નાગરિક બનીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઇએ.

 આ 'સીમા તિરંગા' યાત્રામાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત સીમાજન કલ્યાણ સમિતિના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતિ બીજલબેન પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશું પંડ્યા, અખિલ ભારતીય સીમા જાગરણ મંચના સહસંયોજક મુરલીધરજી, ગુજરાત સીમાજન કલ્યાણ સમિતિના પ્રદેશ મહામંત્રી શ્રી જીવણભાઇ આહિર, સીમાજન કલ્યાણ સમિતિના ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વિની શર્મા તેમજ સીમાજન કલ્યાણ સમિતિના પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:12 pm IST)