Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૩૫-૪૦ની વયમાં મહિલામાં સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યુ છે

આઇઆરઆઇના પરિષદમાં તબીબી ઉપકરણો રજૂ : ફુલ ફિલ્ડ ડિજિટલ મેમોગ્રાફી-CEDM પુસ્તક વિમોચન બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનીંગમાં ડિજિટલ મેમોગ્રાફી ઉપયોગી

અમદાવાદ, તા.૨૩ :પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક હદે વધતુ જાય છે. ખાસ કરીને પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં નાની વયે એટલે કે, ૩૫થી ૪૦ વર્ષની વયમાં મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યુ હોવાની વાત સામે આવી રહી છે. દેશમાં કેન્સરના કુલ મૃત્યુમાંથી ૨૮ ટકા જેટલા મૃત્યુ બ્રેસ્ટ કેન્સરના કારણે નોંધાઇ રહ્યા છે ત્યારે ૪૦ વર્ષની વધુની વય ધરાવતી મહિલાઓએ વર્ષમાં એક વખત બ્રેસ્ટ સ્ક્રીનીંગ માટે નિષ્ણાત તબીબો પાસે જવુ જોઇએ અને પરીક્ષણ કરાવવું જોઇએ એમ આજે મહાત્મા મંદિર ખાતે રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસોસીએશન (આઈઆરઆઈએ)ની ૭૩મી રાષ્ટ્રીય પરિષદ ખાતે ફુજીફિલ્મના નવા તબીબી ઉપકરણોના પ્રદર્શન દરમ્યાન ઇન્ડો-અમેરિકન કેન્સર હોસ્પિટલ, હૈદ્રાબાદના નિષ્ણાત ડો.રશ્મિ સુધીર અને ફુજીફિલ્મ ઈન્ડિયા પ્રા. લિ.ના મેડિકલ ડિવિઝનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદ્રશેખર સિબલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનીંગમાં ડિજિટલ મેમોગ્રાફી પણ ઘણી ઉપયોગી નીવડે છે અને તેનાથી બ્રેસ્ટ કેન્સરના ડિટેકશન અને તેની સારવારને લઇ ઘણું મહ્તવનું માર્ગદર્શન મળી રહે છે. આ પ્રસંગે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ફુલ ફિલ્ડ ડિજિટલ મેમોગ્રાફી- સીઈડીએમનો સમાવેશ થાય છે, જે ઈન્ડો અમેરિકન કેન્સર હોસ્પિટલ, હૈદરાબાદનાં ડો.રશ્મિ સુધીરે લખ્યું છે, જ્યારે એફડીઆર-ડિજિટલ રેડિયોગ્રાફી ધ પાવર ઓફ ઈમેજિંગ (અમારી ડીઆર સીસ્ટમ પર અમારા ઉપભોક્તાઓ દ્વારા કરાયેલા કેસ પરનું પુસ્તક)નો સમાવેશ થાય છે.

           પુસ્તકો સ્તન કેન્સરના નિદાન અને માવજતમાં ઊભરતી ટેકનોલોજી આલેખિતકરે છે. તે વહેલા તબક્કામાં આ નિદાનને ટેકો આપવા માટે નિવારણો પ્રદાન  કરવા ફુજીફિલ્મની અજોડ ટેકનોલોજીઓને પણ આલેખિત કરે છે. ત્રિદિવસીય આ પરિષદમાં ફુજીફિલ્મ એફડીઆર- સ્માર્ટ એફ, એફડીઆર-ડી- ઈવો ૨, એફડીઆર- એસઈ લાઈટ, એફસીઆર- પ્રાઈમા ટી, ફુલ ફિલ્ડ ડિજિટલ મેમોગ્રાફી (એફએફડીએમ)- એમ્યુલેટ ઈનોવેલિટી એન્ડ સિનેપ્સ પીએસીએસ જેવા નવા તબીબી ઉપકરણો પ્રદર્શિત કર્યા છે. ડીઆર સિસ્ટમ્સમાં કંપની એફડીઆર સ્માર્ટ એફ પ્રદર્શિત કર્યું છે, જે ફુજીફિલ્મની નવી ઉચ્ચ ગુણવત્તાની, ખર્ચ અસરકારક ડિજિટલ એક્સ-રે સિસ્ટમ છે, જે આસાનીથી મર્યાદિત જગ્યામાં ગોઠવી શકાય છે અને ઉપયોગમાં આસાન છે. તો, એફડીઆર ડી-ઈવો સિરીઝમાં કંપની એફડીઆર- ડી- ઈવો ૨ ડિટેક્ટર પ્રદર્શિત કર્યા, જે સ્માર્ટ ઈમેજ પ્રોસેસિંગ અને દરદીઓ માટે ડોઝની કાર્યક્ષમતા દર્શાવશે. ફુજીફિલ્મ વાર્ષિક બેઠકમાં એફડીઆર એસઈ લાઈટ રેટ્રોફિટ ડીઆર ડિટેક્ટર દર્શાવશે. ડિટેક્ટર સ્પેશિયાલ્ટી અને નાનાં તબીબી વ્યવહારો માટે ડીઆર ટેકનોલોજી લાવવા માટે સુસજ્જ છે. સીઆર સિસ્ટમ્સમાં ફુજીફિલ્મ પ્રાઈમા ટીએમ પ્રદર્શિત કરશે, જે મેમોગ્રાફી અભિમુખતા સાથેનું એફોર્ડેબલ હાઈ- સ્પીડ ઈમેજ પ્રોસેસિંગ ટેબલટોપ એફસીઆર (ફુજી કોમ્પ્યુટેડ રેડિયોગ્રાફી) છે. મશીન જગ્યા બચાવતી ડિઝાઈનને ટેકો આપે છે અને ૫૦ માઈક્રોન રિઝોલ્યુશનની ઉત્કૃષ્ટ ઈમેજ ગુણવત્તા આપે છે.

             દરમ્યાન આઈઆરઆઈએ ૨૦૨૦ સાથે સહયોગ પર બોલતાં ફુજીફિલ્મ ઈન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી હારુતો ઈવાતાએ જણાવ્યું હતું કે, આજની આરોગ્ય સંભાળ કંપનીઓ આરોગ્ય સંભાળની ગુણવત્તા સુધારવા માટે સંપૂર્ણ કેન્દ્રિત છે અને ફુજીફિલ્મમાં અમે સૈદ્ધાંતિકરીતે ઉદ્યોગની જરૂરતોને ધ્યાનમાં રાખીને આધુનિક ઈમેજિંગ વ્યૂહરચનાઓ લાવવા માટે વચનબદ્ધ છે. વધતા ડિજિટલાઈઝેશન અને આરોગ્ય સંભાળમાં એઆઈના ઉપયોગ સાથે અમારું લક્ષ્ય અમારા ઉપભોક્તાઓને અત્યાધુનિક ટેકનોલોજીઓ સાથે ઉચ્ચ મૂલ્યની સંભાળ આપવાનું છે. આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં નવી પહેલ પાડનાર તરીકે અમને ઈન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસોસિયેશનની ૭૩મી નેશનલ કોન્ફરન્સ ખાતે તબીબી પ્રણાલીઓની અમારી વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરવાનું ગૌરવજનક લાગે છે. ફુજીફિલ્મમાં અમે મુખ્યત્વે સ્તન કેન્સરનું વહેલું નિદાન, અંતિમ ટીબી કાર્યક્રમ, ફેફસાના કેન્સરનું વહેવું નિદાન અને કોલોન કેન્સર અત્યાધુનિક પ્રોડક્ટો, જેમ કે, ફુલ ફિલ્ડ ડિજિટલ મેમોગ્રાફી, એફસીઆર-એફડીઆર સિસ્ટમ્સ, એન્ડોસ્કોપી સિસ્ટમ્સ પર કેન્દ્રિત છીએ. અમે સ્તન કેન્સર, ટ્યુબરક્યુલોસિસ, ફેફસાના કેન્સરના ઝડપી, ગુણવત્તાયુક્ત નિદાન માટે ડિજિટાઈઝેશન ટેલી રેડિયોલોજી, એઆઈ પર પણ કેન્દ્રિત છીએ.

(9:49 pm IST)