Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુરતમાં ઇનોવા કારમાંથી પોલીસે શંકાસ્‍પદ 75 લાખ રૂપિયા પકડી પાડયાઃ કારમાંથી રાહુલ ગાંધીની સભાના વીઆઇપી કાર પાર્કિંગના પાસ મળ્‍યા

એઆઇસીસીના સચિવ બી.એમ. સંદીપ ભાગતા સીસીટીવીમાં કેદઃ ઉદય ગુર્જરના રાજસ્‍થાન સાથે કનેકશન હોવાનું સામે આવ્‍યુ

સુરતઃ સુરતમાં ઇનોવા કારમાંથી પોલીસે રોકડા 75 લાખ ઝડપી પાડયા છે. પકડાયેલા બે આરોપીમાંથી એક ઉદય ગુર્જરના કોંગ્રેસ સાથે કનેકશન હોવાનું સામે આવ્‍યુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાંથી 75 લાખ રૂપિયા મળવાના કેસમાં કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. રોકડ સાથે પકડાયેલા આરોપી ઉદય ગુર્જરના અશોક ગેહલોત સાથેના ફોટો વાયરલ થયા છે. રાજસ્થાન PRO યુથ કોંગ્રેસ સાથે ઉદય ગુર્જર જોડાયેલ છે. 

મહત્વનું છે કે, ગઈકાલે સુરત પોલીસે ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા. આ કારમાંથી રાહુલ ગાંધીની સભાના VIP કાર પાર્કિંગના પાસ મળ્યા હતા. આ પાસ પર બી.એમ.સંદીપનું નામ લખેલુ હતું. તો બીજી તરફ ઝડપાયેલ એક આરોપ ઉદય ગુર્જરનું પણ કોંગ્રેસ સાથે કનેક્શન ખૂલ્યું છે. આરોપી ઉદય ગુર્જર રાજસ્થાન PRO યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. રાહુલ ગાંધીની સભામાં પણ ઉદય ગુર્જર હાજર હતો.

સુરતમાં 75 લાખ રોકડ મળવા મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કાર પકડાવવાની આશંકાએ બી.એમ.સંદીપ  ફરાર થયા હતા. સુરતના રસ્તા પર ભાગતા બી.એમ.સંદીપ CCTVમાં કેદ થયા છે. AICCના સચિવ બી.એમ.સંદીપ CCTVમાં નજરે પડ્યા છે. ઝડપાયેલી કારમાંથી રાહુલ ગાંધીની સભાના પાસ મળ્યા હતા. ગાડીમાંથી બી.એમ.સંદીપનું VIP કાર પાર્કિંગ પાસ પણ મળ્યુ હતુ.

સુરતમાં ગત રોજ ઇનોવા કારમાંથી રોકડા રૂ 75 લાખ પકડાયા હતા. જેમાં SST ની ટીમે ચેકીંગ દરમિયાન બે આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા બે આરોપી પૈકી એક રાંદેરનો રહેવાસી હતો. જે ઉદય ગુર્જર કોંગ્રેસ સીધો સંકળાયેલો છે. રાજસ્થાન PRO યુથ કોંગ્રેસ અને પ્રદેશ સચિવ રાજસ્થાન યુવા કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. ઉદય ગુર્જરના રાજસ્થાન સાથે કનેકશન હોવાનું સામે આવ્યું છે. ઉદય ગુર્જરનો રાજસ્થાના CM સાથે ફોટો સામે આવ્યા છે. ઉદય સોશિયલ મીડીયમાં પોસ્ટ કરી ચુક્યો છે. રાહુલ ગાંધીની સભામાં પણ ઉદય ગુર્જર હાજર હતો. 

સુરતમાં 75 લાખ મળવા મામલે કોંગ્રેસ સાથે સીધું કનેક્શન સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે SSTની ટીમે ઈનોવા કારમાંથી 75 લાખ રોકડ રકમ ઝડપી હતી. રોકડ રકમ સાથે પોલીસે 2 આરોપીઓને પણ ઝડપ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીની સભાના VIP પાસ પણ મળી આવ્યા હતા. ત્યારે હવે એક આરોપીનું રાજસ્થાન કોંગ્રેસ સાથે સીધુ કનેક્શન સામે આવ્યું છે.

(6:04 pm IST)